પાટણ તા. ૪
ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં દરેક ધર્મના તહેવારોને શ્રદ્ધા ભક્તિ સાથે કોમી એખલાસમય માહોલ વચ્ચે ઉજવવામાં આવતાં હોય છે ત્યારે શનિવારે પાટણ શહેરના નાના ટાંકવાડા વિસ્તાર માં આવેલા પીરાન પીર રિફાઈ સાહેબની ગાદી નો જશને ગ્યારવી શરીફ નો કાર્યક્રમ ખુદાતાલા ની બંદગી સાથે મુસ્લિમ પરિવારજનો દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
આ પવિત્ર પ્રસંગે પીરાને પીર ગાદીના મુરીદો અને અકીદત મંદો દ્વારા વિવિધ હેરત અંગેઝ કર્તબો રજુ કરવામાં આવ્યાં હતાં તો સાત કલાક સુધી આગમાં ગરમ કરેલી લોખંડની સાકળને મુરીદો દ્વારા તેલ વડે ઠંડી પાડી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.
શહેરના નાના ટાંકવાડા વિસ્તાર માં આવેલા પીરાન પીર રિફાઈ સાહેબની ગાદી નો જશને ગ્યારવી શરીફ ના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી ખુદાતાલા ની બંદગી સાથે સફળ બનાવ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



