સિનિયર સિટીઝનોએ સોમનાથ મહાદેવ ને ધજા ચડાવી વિશ્વ કલ્યાણ ની કામના વ્યક્ત કરી…

પાટણ તા. ૬
પાટણ શહેરની સેવાકીય સંસ્થા ક્રિષ્ના ગ્રુપ દ્વારા ૨૦૦ જેટલા સિનિયર સિટીઝનોને પાટણ થી દ્વારકા અને સોમનાથ નો ધાર્મિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.
સિનિયર સિટીઝનોએ આ ધાર્મિક પ્રવાસ અંતગૅત દ્વારકા બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ, રૂક્ષ્મણી મંદિર, સોમનાથ, કાગવડ, વિરપુર,ચોટીલા સહિતના તીર્થયાત્રા ના દશૅન કરી ધન્યતા અનુભવી હતી.
આ ધાર્મિક પ્રવાસ દરમ્યાન ક્રિષ્ના ગ્રુપના પ્રમુખ કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ લઇ પાટણ શહેર માંથી ૨૦૦ સિનિયર સિટીઝનો માટે પાટણ થી દ્વારકા ધાર્મિક પ્રવાસનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ યોજના માંથી મળતો લાભ તેમજ અન્ય ખર્ચ દાતાઓ પાસેથી લઈ ૩ દિવસ અને ૩ રાત્રીનો પ્રવાસ કરાવવામાં આવ્યો છે. સિનિયર સિટીઝનોએ પણ શ્રવણ તીર્થ યાત્રાનો લાભ લીઈ ક્રિષ્ના ગ્રુપનો આભાર વ્યક્ત કરી ભગવાન સોમનાથ મહાદેવ ને ધજા ચડાવી વિશ્વ કલ્યાણ માટે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



