પાટણ જુનાગંજ વિસ્તારમાં આવેલા નંદાપરા ની ખડકી અને જોષીની ખડકીમાં પાણીના પ્રશ્ને મામલો ગરમાયો..

પુરતા પ્રેસર થી પાણી નહિ મળે તો રોડ ખોદીને માગૅ ને બંધ કરી દેવાની ચિમકી…

પાટણ તા. ૬
પાટણ શહેરના જુનાગજ બજાર વિસ્તારમાં નંદાપરાની ખડકી ખાતે છેલ્લા કેટલાક સમય થી પાણીનું પ્રેશર ઓછું આવતું હોવાની રજુઆત પગલે આ વિસ્તારના ભાજપ ના મહિલા કાર્યકર માનસીબેન ત્રિવેદી દ્વારા નગરપાલિકા ને રજુઆત કરી આ વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં નવીન વાલ્વ નાખી નંદાપરાની ખડકીના રહીશો ની પાણી ની સમસ્યા નું નિરાકરણ લાવવામાં આવ્યું હતું
પરંતુ સોમવારે આજ વિસ્તારમાં આવેલી જોશીની ખકડી માં પાણી પ્રેશર થી ન આવતુ હોવાની સમસ્યા સજૉઈ હોવાની રજૂઆત સ્થાનિક લોકોએ પાલીકા માં કરતા વોટર વર્કસ શાખાના કર્મચારીઓએ સ્થળ પર આવી ખાડો ખોદવાની કામગીરી શરૂ કરતા નંદાપરાની ખડકી નારહીશોને પાલિકાના કમૅચારીઓ વાલ્વ બંધ કરવા આવ્યા હોવાની ખોટી માહિતી મળતા તેઓએ નગરપાલિકાના કર્મચારીઓનો વિરોધ દર્શાવ્યો હતો.
ત્યારે પાલિકા ના કર્મચારીઓ ખાડો ખોદીને નવીન નાખેલા વાલ્વ ને બંધ કરવા નહીં પરંતુ તેને સેટ કરીને નંદાપરા ની ખડકી સહિત જોશીની ખડકીમાં પૂરતા પ્રેશર થી પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
પરંતુ નંદાપરા ની ખડકીના સ્થાનિક રહીશોએ પોતાનો વિરોધ ચાલું રાખીને ખોદકામ ની કામગીરી અટકાવતાં જોષી ની ખડકીમાં રહેતા દુર્ગાપ્રસાદ જોશી એ પણ ચિમકી આપી હતી કે જો વાલ્વ સેટ કરીને પાલિકા તંત્ર દ્વારા જોષી ની ખડકીમાં પ્રેશર થી પાણી નહીં આવે તો આખો રોડ ખોદીને બ્લોક કરી દેવાશે.
શહેરના નંદાપરા ની ખડકી અને જોષીની ખડકીમાં સજૉયેલ પાણીની સમસ્યા મામલે માગૅ પર બન્ને ખડકી ના રહીશોના ટોળા ઉમટી પડતા વિસ્તારનું વાતાવરણ ગરમાયું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here