શંખેશ્વર ના ખીજડીયારીના ૬ વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ મામલે તટસ્થ તપાસ ની માંગ સાથે આપ દ્રારા કલેકટર ને આવેદનપત્ર અપાયું..

પાટણ તા. ૬
શંખેશ્વર ના ખીજડીયારીના ૬ વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ મામલે તટસ્થ તપાસ ની માંગ સાથે આપ દ્રારા કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ખીજડીયારી ગામના 6 વ્યક્તિઓ પર તાજેતરમાં “લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020” હેઠળ ફરિયાદ કરવામાં આવી છે ગામના આ ૬ વ્યક્તિ પર ફરિયાદ કરવામાં આવી તે સર્વે નંબરમાં તલાટી આધારિત ૭/૧૨ અને ૮/અ ના ૧૯૬૫ થી ૨૦૦૫ સુધીના સર્વે નંબરમાં સત્તાનો પ્રકારગામતળ હતો, ત્યારે ૨૦૦૫ બાદ કોમ્પ્યુટરાઈઝ રિસર્વે માં સત્તા નો પ્રકાર ગામતળ હતો જે બાદ કરવામાં આવ્યો હતો જે અઘિકારીઓની બેદરકારી હોય ત્યારે આ તમામ પરિસ્થિતિઓનો ઉપયોગ કરી ગામના વૈમનસ્ય ઉભુ થાય, ગામની એકતા ખંડિત થાય તે માટે ખોટી ફરિયાદ કરવામાં આવી હોય જેને ધ્યાનમાં રાખીને સોમવારે પાટણ આમ આદમી પાર્ટી દ્વારા ખોટી ફરિયાદોનો ભોગ બનેલ ખીજડીયારી ગામના ગ્રામજનોને સાથે રાખીને પાટણ જિલ્લા કલેકટર ને આ લેન્ડ ગ્રેબિંગ મામલે તપાસ તટસ્થ રીતે કરાવી કોઈનું પણ હિતના જોખમાય તેની તકેદારી રાખવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here