પાટણ ની એમ.કે. યુનિ. ને કાયદાની ડિગ્રીઓ પ્રદાન કરવા અને નવા કાયદા અભ્યાસક્રમો માટે માન્યતા મળી…

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૬-૨૭ માટે નવા કાયદા અભ્યાસ ક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે…

પાટણ તા. ૧૯
પાટણ એમ.કે.યુનિવર્સિટી માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) દ્વારા એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧ ની કલમ ૭(૧) (i) હેઠળ એમ.કે.યુનિવર્સિટી,પાટણ
ને કાયદામાં ડિગ્રીઓ પ્રદાન કરવા માટે માન્યતા પત્ર એનાયત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, યુનિવર્સિટીના કાયદા વિભાગને શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૬-૨૭ માટે નવા કાયદા અભ્યાસક્રમો શરૂ કરવા માટે પણ નવી મંજૂરી આપવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કાનૂની શિક્ષણ સમિતિની સ્થાયી સમિતિએ તા. ૦૫.૦૭.૨૦૨૫ ના રોજ મળેલી તેમની બેઠકમાં, એમ.કે. યુનિવર્સિટી, પાટણના કાયદા વિભાગ દ્વારા રજૂ કરાયેલા નિરીક્ષણ અહેવાલ પર વિગતવાર વિચારણા કરી હતી.યુનિવર્સિટીએ કાયદામાં ડિગ્રીઓ આપવા માટે માન્યતા તેમજ તેના કાયદા વિભાગને નવા અભ્યાસક્રમો માટે જોડાણની નવી મંજૂરી માટે અરજી કરી હતી.
મંજૂર થયેલા અભ્યાસક્રમો અને બેઠકોમાં ૩ વર્ષનો એલએલબી કોર્સ ૬૦ વિદ્યાર્થીઓના બે વિભાગો સાથે કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ અને પાંચ વર્ષનોબી.એ.એલ.એલ.બી ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ૬૦ વિદ્યાર્થીઓનો એક વિભાગ તેમજ પાંચ વર્ષનો બી.બી.એ.એલ.એલ.બી ઇન્ટિગ્રેટેડ કોર્સ ૬૦ વિદ્યાર્થીઓના એક વિભાગ ની એમ. કે. યુનિવર્સિટી ને મંજૂરી આપવામાં આવતાં એમ. કે. યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર હોવાનું એમ.કે. યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here