ખાડામાં પટકાવાથી મોતને ભેટેલ આધેડના પરિવારને સહાય ચુકવવા અને કસુરવારો સામે પગલા ભરવા પાટણ ધારાસભ્ય નો મુખ્યમંત્રી ને પત્ર..

પાટણ જિલ્લા કોંગ્રેસ સેવાદળ યંગ ના પ્રમુખે પાલિકા પ્રમુખ નું ખાડાઓ મામલે ધ્યાન દોર્યુ…

પાટણ તા. ૧૯
પાટણ નગરપાલિકા ની બેદરકારીના કારણે ખાડામાંથી પટકાવાથી નરેન્દ્રભાઈ ગણપતભાઈ પંચાલ ના મોત બાબતે પાટણ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી આ બેદરકારી દાખવનાર નગરપાલિકાના જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવા તથા ભોગ બનનાર કુટુંબ ને સરકાર ની આર્થિક સહાય આપવા બાબતે રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે તો
પાટણ શહેર મા વરસાદ ના કારણે રોડ રસ્તા માં ખાડાઓ ના કારણે પાટણ ની જનતા ને પડતી હાલાકી દુર કરવા માટે પાટણ નગરપાલિકાના પ્રમુખ ને પાટણ જિલ્લા કોંગ્રેસ સેવાદળ યંગ ના પ્રમુખ અમિત પ્રજાપતિ એ ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here