નવી દિલ્હી ખાતે નેશનલ યુવા કો-ઓપરેટિવ સોસાયટી (NYCS)નું 25મું વાર્ષિક અધિવેશન દિલ્હીની એન.સી.યુ.આઈ. (NCUI) ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં પાટણના NYCSના નેશનલ ડાયરેક્ટર અને પ્રમુખ હિરેનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.


દેશભરમાં NYCS દ્વારા 7 રાજ્યોમાં ક્રેડિટ સોસાયટીની કુલ 37 શાખાઓ કાર્યરત છે, જેમાંથી ગુજરાતમાં 5 શાખાઓ ચાલી રહી છે. દેશભરની તમામ શાખાઓના ઓડિટ અને પર્ફોમન્સના આધારે ડિપોઝિટ, લોન અને NPA જેવા વિવિધ મહત્ત્વપૂર્ણ માપદંડોમાં પાટણ બ્રાન્ચે સમગ્ર દેશમાં બીજો નંબર હાંસલ કર્યો છે.
આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ દિલ્હી ખાતે પાટણ શાખાના પ્રમુખ હિરેનભાઈ શાહનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતી સફળતા પાછળ સંસ્થાના મંત્રી, ડિરેક્ટરગણ તેમજ સ્ટાફ મિત્રોનો સક્રિય સાથ-સહકાર રહેલો છે. પાટણ શાખાની આ રાષ્ટ્રીય સિદ્ધિથી સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી ફેલાઈ છે.




