પાટણ તા. ૮
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ કમિશનર અને સરકાર તેમજ પાટણ ની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિને લેખિત મા રજૂઆત કરવામાં આવી છે.કે યુનિવર્સિટીમાં નવા કોમન એક્ટ મુજબ કારોબારી કમિટીની બોડીમાં સરકાર દ્વારા સભ્ય તરીકે મુકેશભાઈ કે.પટેલને મૂકવામાં આવેલા છે.
તેમનો જન્મ 31 મે 1963નો છે. એટલે 30 મે 2025 ના રોજ તેમની ઉંમર 62 વર્ષ પૂર્ણ થઈ ગઇ છે.ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટની કલમ 8 મુજબ કોઈપણ વ્યક્તિ 62 વર્ષની ઉંમર બાદ યુનિવર્સિટીના પદ પર રહી શકે નહીં.ત્યારે આ નિયમો ને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ના કારોબારી સભ્ય તરીકે મુકેશ પટેલ નું તાત્કાલિક અસરથી સભ્ય પદ રદ્દ કરવામાં આવે તેવી પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા લેખિતમાં માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે



