પાટણ સાયન્સ સેન્ટર ખાતે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો મહાકુંભ : 17 જિલ્લામાંથી 7000થી વધુ સહભાગીઓ જોડાયા…

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 22 જૂનથી 8 જુલાઈ 2025 દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય આંકડા દિવસ, આંતરરાષ્ટ્રીય નશીલી દવાઓના સેવન અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી સાથે ડ્રોન ટેક્નોલોજી, ક્લાઈમેટ ચેન્જ અને હ્યુમન એનાટૉમી પર વર્કશોપનું આયોજન શામેલ છે. ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે “સ્વચ્છતા અને સ્વચ્છતાનું મહત્વ” વિષય પર ડૉ. મનોજ ગુમ્બર અને ડૉ. વિષ્ણુ જોશી દ્વારા વિશેષજ્ઞ ચર્ચાનું જીવંત પ્રસારણ (લાઇવ સ્ટ્રીમ) પણ આયોજિત થયું. વધુમાં, ગુજરાત ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે તૈયાર કરાયેલ વિવિધ શૈક્ષણિક ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું. ક્વોન્ટમ ટેકનોલોજી પરના ખાસ કાર્યક્રમે સંયુક્ત રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે, જેમણે અમારા પ્રયાસોની પ્રશંસા કરી છે અને અભિનંદન આપ્યા છે, જે અમારા માટે ગર્વની વાત છે.


આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત રાજ્યના મુંબઈ, ઉદયપુર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, ખેડા અને અરવલ્લી સહિત કુલ 17 જિલ્લાઓમાંથી 7000થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, “આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ, ટેક્નોલોજી અંગેનું જ્ઞાન અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસાવે છે. પાટણ સાયન્સ સેન્ટરનું એક મુખ્ય ધ્યેય એ છે કે નવી પેઢી વૈજ્ઞાનિક રીતે સશક્ત બને.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here