પાટણ શહેરને સ્વચ્છ,સુંદર અને સ્વસ્થ બનાવવાની સાથે ઐતિહાસિક નગરી તરીકે શોભે તેવું શહેર બનાવવા નગરસેવકે ખાતરી આપી…

પાટણ તા. ૫
પાટણમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટણ નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી વિજેતા બનેલા અને પાટણ શહેરની અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિ કરતી એક્ટીવ ગ્રુપ સંસ્થાના એક્ટીવ મેમ્બર એવા મહેન્દ્ર
ભાઈ ઉર્ફે મગનભાઈ પટેલ નું એકટીવ ગ્રુપના સ્થાપક પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત વર્તમાન પ્રમુખ,મંત્રી અને કારોબારી સભ્યો દ્વારા ગતરોજ ત્રણ દરવાજા સ્થિત એકટીવ ભવન ખાતે સન્માન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.


આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ, મંત્રી સહિતના સૌ એકટીવ ગ્રુપના સભ્યો તેમજ વિશેષ આમંત્રિત ઓસિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કમલેશભાઈ મોદી સહિતનાઓ દ્વારા મહેન્દ્રભાઈ ઉર્ફે મગનભાઈ પટેલને શ્રીફળ સાકર અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરી આગામી પાંચ વર્ષમાં પાટણ શહેરના વિકાસમાં નગરપાલિકાના નગરસેવક તરીકે પ્રશસનીય કામગીરી થકી એક્ટિવ ગ્રુપ પાટણ નું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સન્માનનો પ્રત્યુતર આપતા મહેન્દ્રભાઈ ઉર્ફે મગનભાઈ પટેલે એક્ટિવ ગ્રુપ ના તમામ મેમ્બરોનો હૃદયથી આભાર વ્યક્ત કરી પાટણ શહેરના વિકાસમાં તેઓ દ્વારા તમામ પ્રકારની વિકાસલક્ષી કામગીરીમાં સહભાગી બની પાટણ શહેરને સાચા અર્થમાં સ્વચ્છ,સુંદર અને સ્વસ્થ બનાવવાની સાથે ઐતિહાસિક નગરીને શોભે તેવી ગરિમા ઉજાગર કરવાની હૈયાધારણા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here