શ્રી બી ડી એસ વી DLSS ની વિધાર્થીની કુ ડિનલ વિઠાણીની રમતગમત અને શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિધાલય, પાટણની DLSS વિભાગની પ્રતિભાશાળી વિદ્યાર્થિની કુમારી ડિનલ હાર્દિકભાઈ વિઠાણી એ રમતગમત અને શિક્ષણ બંને ક્ષેત્રે અદભૂત સિદ્ધિઓ હાંસલ કરીને શાળા તેમજ પાટણ જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે કુમારી ડિનલ વિઠાણી બાસ્કેટબોલ ક્ષેત્રે સતત પ્રભાવશાળી પ્રદર્શન કરતા 5 વખત નેશનલ કક્ષાએ વિજેતા રહી ચૂકી છે, ઉપરાંત, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતીય બાસ્કેટબોલ ટીમનું નેતૃત્વ સંભાળી ટીમ લીડર તરીકે દેશને વિજય અપાવ્યો છે, જે ખુબ જ ગૌરવની બાબત છે,રમતગમત સાથે શિક્ષણ ક્ષેત્રે પણ તેમણે ઉત્તમ પ્રદાન કર્યું છે, તાજેતરમાં જાહેર થયેલ બોર્ડ નું પરિણામ એચ.એસ.સી. સામાન્ય પ્રવાહના પરિણામમાં તેમણે શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે તેમની મહેનત, લગન અને સંકલ્પનો પરિચય આપે છે,
કુમારી ડિનલ વિઠાણીની આ સર્વાંગી સિદ્ધિઓ બદલ શાળા સંચાલક મંડળ,શાળા પરિવાર, આચાર્યશ્રી અને શિક્ષકમંડળ તેમજ પાટણ જિલ્લાના નાગરિકોમાં આનંદની લાગણી વ્યાપી છે। તેમની આ ઉપલબ્ધિ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે શાળા પરિવાર તરફથી કુમારી ડિનલ વિઠાણી ને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here