પાટણ શહેરમાં આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક ક્ષણ: ક્રિષ્ના સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે અધુનિક ન્યુરો તથા સ્પાઇન સર્જરી વિભાગનો શુભારંભ

પાટણ શહેરમાં આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક ક્ષણ સર્જાતી હોય તેમ ક્રિષ્ના સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે અધુનિક ન્યુરો તથા સ્પાઇન સર્જરી વિભાગ ના શુભારંભનો ભવ્ય કાર્યક્રમ યોજાયો .

ભગવાનના આશીર્વાદ, વડીલોની શુભેચ્છા અને સમાજના સહયોગથી શરૂ થનારો આ વિભાગ પાટણ સહિત ઉત્તર ગુજરાત માટે આરોગ્ય સેવાઓમાં નવી દિશા આપનાર સાબિત થશે. હોસ્પિટલ સંચાલકો તરફથી મળતી માહિતી મુજબ, પાટણમાં પ્રથમ વખત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મગજ, નસ અને રીઢ (સ્પાઇન) સર્જરીનો સંપૂર્ણ વિભાગ શરૂ થવા જઈ રહ્યો છે. જેના કારણે બ્રેઈન ટ્યુમર, સ્પાઇનની ગંભીર સમસ્યાઓ, નસ દબાવાની તકલીફ, ડિસ્કની બીમારી સહિતના રોગોમાં પીડાતા દર્દીઓને હવે અમદાવાદ કે મોટા શહેરોમાં જવાની જરૂર નહીં રહે.

આ શુભ અવસરે આશીર્વાદ રૂપે શ્રી દોલત રામબાપુ (સંતશ્રી, નરભેરામ આશ્રમ નોરતા) ઉપસ્થિત રહેલ
ઉદઘાટકો તરીકે શ્રી સ્વરૂપજી ઠાકોર (મંત્રીશ્રી, માછીમારી, પશુપાલન અને પ્રાણી સંવર્ધન વિભાગ, પાટણ) તથા શ્રી અશોકભાઈ ચૌધરી (ચેરમેન, અમૂલ ડેરી , આણંદ અને ચેરમેન, દૂધ સાગર ડેરી) હાજરી આપેલ

કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે
શ્રી ભરતસિંહ ડાભી સાંસદશ્રી પાટણ લોકસભા
, શ્રી બળવંતસિંહ રાજપૂત પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય, સિદ્ધપુર, શ્રીમતી હેતલબેન ઠાકોર , પ્રમુખશ્રી, પાટણ જિલ્લા પંચાયત,
શ્રી જગદીશભાઈ પટેલ પ્રભારી પાટણ જિલ્લા ભાજપ પૂર્વ ધારાસભ્ય અમરાઈવાડી
, શ્રી રમેશભાઈ સિંધવ પ્રમુખશ્રી, પાટણ જિલ્લા ભાજપ, શ્રી ગિરીશભાઈ રાજગોર , પ્રમુખશ્રી, મહેસાણા જિલ્લા ભાજપ
,શ્રી વિનોદભાઈ પટેલ , ચેરમેન, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક, શ્રી ડાયાભાઈ પીલીયાતર , ચેરમેન બનાસ બેંક , બનાસકાંઠા, શ્રીમતી હિરલબેન પરમાર , પ્રમુખશ્રી, પાટણ નગરપાલિકા, પાટણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્ના , પાટણ શહેર પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણના પ્રખ્યાત નામાંકિત ઓર્થોપેડિક ડોક્ટરો શ્રી વિમલભાઈ ગાંધી, પ્રજ્ઞેશભાઈ પટેલ ડો. શૈલેષભાઈ સોમપુરા, પાટણ શહેર પ્રમુખ હર્ષ પટેલ, ભાજપ મહિલા અગ્રણીઓ શ્રીમતી સાધનાબેન પરમાર, શાંતિભાઈ સ્વામી વગેરે ઉપસ્થિત રહેલ તદુપરાંત અતિથિ વિશેષતરીકે વિવિધ APMCના ચેરમેનશ્રીઓ, સામાજિક આગેવાનો તથા વેપારી મંડળોના પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં હાજરી આપેલઆ પ્રસંગે IMA પાટણ BHMS એસોસિએશન BAMS એસોસિએશન, નર્સિંગ એસોસિએશન, ફિઝિયોથેરાપી એસોસિએશન, લેબ ટેકનિશિયન એસોસિએશન તેમજ પાટણ જિલ્લાના અનેક તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આપેલા.હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું કે આ નવો ન્યુરો અને સ્પાઇન સર્જરી વિભાગ શરૂ થતા પાટણ સહિત આસપાસના જિલ્લાઓના દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર, આધુનિક મશીનો અને અનુભવી નિષ્ણાત ડોક્ટરોની સેવાઓ સ્થાનિક સ્તરે જ મળશે. આ પહેલથી પાટણ આરોગ્ય ક્ષેત્રે નવી ઓળખ સ્થાપિત કરશે અને દર્દીઓ માટે મોટી રાહતરૂપ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here