પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ‘નેશનલ સેમિનાર ઓન ક્રિસ્ટલોગ્રાફી એન્ડ ડ્રગ ડિઝાઇન’ અંતર્ગત સ્પેશિયલ કવરનું વિમોચન.

હેમ.ઉ.ગુ.યુનિ.ના કુલપતિ, રજુસ્ટ્રાર તેમજ પાટણ હેડ પોસ્ટઓફિસ સુપ્રીટેન્ડન્ટ ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

ટપાલ વિભાગ દ્વારા એક ‘સ્પેશિયલ કવર’ (વિશેષ ટપાલ કવર) જાહેર જનતા સમક્ષ વિમોચિતનું આયોજન કરવામાં આવ્યું

હેમ.ઉ.ગુ.યુનિ. ના વાઈસચાન્સેલર, કે.સી.પોરીયા, રજીસ્ટ્રાર ડૉ.આર.એન.દેસાઈ, કોકિલાબેન પરમાર, પાટણ  હેડ પોસ્ટ સુપ્રીટેન્ડન્ટ રાજેન્દ્રપુરી ગોસ્વામી, આસી. પોસ્ટ સુપ્રટેન્ડન્ટ કે.બાલાસુબ્રમણ્યમ ની વિશેષ ઉપસ્થિતિમાં ભારત સરકારના સંચાર મંત્રાલયના ટપાલ વિભાગ (ઈન્ડિયા પોસ્ટ) દ્વારા પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના સંચાર મંત્રાલયના ટપાલ વિભાગ (ઈન્ડિયા પોસ્ટ) દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણના સહયોગથી ૫૩મા ‘નેશનલ સેમિનાર ઓન ક્રિસ્ટલોગ્રાફી એન્ડ ડ્રગ ડિઝાઇન’ (NSCDD-53) નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા એક ‘સ્પેશિયલ કવર’ (વિશેષ ટપાલ કવર) જાહેર જનતા સમક્ષ વિમોચિતનું આયોજન કરવામાં આવ્યું હતુ. અધિક્ષક ટપાલ કચેરી (Superintendent of Post Offices), પાટણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ પાટણ મુખ્ય ટપાલ કચેરી (હેડ પોસ્ટ ઓફિસ) ખાતે સંપન્ન થયો હતો.

વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ એવા ક્રિસ્ટલોગ્રાફી અને ઔષધ નિર્માણ (ડ્રગ ડિઝાઇન) વિષય પર યોજાયેલા આ રાષ્ટ્રીય પરિસંવાદની સ્મૃતિને કાયમી બનાવવા તેમજ ફિલેટલી (ટિકિટ સંગ્રહ) પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી આ વિશિષ્ટ કવર બહાર પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત હેમ.ઉ.ગુ. યુનિના વાઈચાન્સલેર કે.સી.પોરીયાએ ઉપસ્થિત સૌને વર્લ્ડ પોસ્ટ ડે ની શુભકામનાઓ પાઠવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા આપાતી સર્વિસમાં પોસ્ટની સર્વિસની બેસ્ટ સર્વિસ તરીકે ઓળખાવી હતી. તેઓએ જણાવ્યુ હતું કે હેમ.ઉ.ગુ.યુનિને પાટણ પોસ્ટઓફિસના માધ્યમથી વિશિષ્ટ કવર નું સ્થાન મળતા સમગ્ર ભારત માં જ નહિ પરંતુ સમગ્ર દુનિયાભરના લોકો સુધી યુનિવર્સિટીની કામગીરીની જાણ થશે. તેઓએ યુનિવર્સિટી વિશે ટૂંકી માહિતી આપી હતી તેમજ તેઓએ પાટણ પોસ્ટવિભાગની કામગીરીને બિરદાવી હતી અને પોસ્ટ વિભાગનો આભાર માન્યો હતો.

પાટણ હેડ પોસ્ટ સુપ્રીટેન્ડન્ટ રાજેન્દ્રપુરી ગોસ્વામીએ ફિલેટેલી (ટિકિટ સંગ્રહ) અને ક્રિસ્ટલોગ્રાફીના અનોખા સમન્વય અંગે વાત કરતા જણાવ્યું હતું કે ટિકિટ સંગ્રહ અને પીએચ.ડી. બંને એક જ સિક્કાની બે બાજુ સમાન છે, જેનો આધાર અને અસ્તિત્વ એકસરખું હોય છે તેઓએ યુનિવર્સિટી દ્વારા “નેશનલ સેમિનાર ઓન રીસન્ટ એડવાન્સિસ ઇન ક્રિસ્ટલોગ્રાફી” વિષય પર એક સ્પેશિયલ કવર રિલીઝ કરવામાં આપેલ સહયોગ બદલ યુનિવર્સિટીનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ કવર ફિલેટેલી ક્લબમાં સ્થાન મેળવશે. આજના 9 ઓક્ટોબર ના વિશેષ દિવસની વાત કરતાં જણાવ્યુ હતું કે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) ની સ્થાપનાની યાદમાં આજના દિવસને ‘વર્લ્ડ પોસ્ટ ડે’ તરીકે મનાવવામાં આવે છે અને આખો સપ્તાહ ‘પોસ્ટલ નેશનલ વીક’ તરીકે ઉજવવામાં આવે છે તેઓએ આગામી ૧૩ થી ૧૫ દરમિયાન યોજાનાર ક્રિસ્ટલોગ્રાફી એક્ઝિબિશનની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે અગાઉ પોસ્ટ વિભાગ દ્વારા આયોજીત યુનિવર્સલ પોસ્ટ યુનિયન દ્વારા આધુનિક યુગમાં માનવ જોડાણનું મહત્વ વિષય પર લેટર રાઈટીંગ સ્પર્ધામાં ભાગ લઈ સમગ્ર ગુજરાતમાં ત્રીજો નંબર મેળવેલ પાટણના વિદ્યાર્થી દિક્ષીત તળજાભાઈ રબારીને હેમ.ઉ.ગુ.યુનિવર્સિટીના વાઈસ ચાઈન્સલર કે. સી. પોરીયાના વરદ્ હસ્તે સર્ટીફિકેટ અને પાંચ હજાર રૂપિયાનો ચેકનું અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતુ.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હિમાંશુભાઈ પરમારે કર્યું હતુ. કાર્યક્રમ દરમિયાન ટપાલ વિભાગ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ અને ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here