પાટણ તા. 17
શ્રી જગન્નાથ ભગવાનની 144 મી રથયાત્રા માં સૌપ્રથમ વાર માલધારી સેના ના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા બગવાડા પેટ્રોલ પંપ નજીક મિનરલ પાણીના સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવા કેમ્પનો પાટણના ધારાસભ્ય,જિલ્લા ભાજપ પ્રમુખ, હુડકોના ડિરેક્ટર રાજકીય-સામાજિક આગેવાનો તેમજ હજારો જગન્નાથ ભક્તોએ લાભ લઈ માલધારી સેના કેમ્પની સૌએ સરાહના કરી હતી.
માલધારી સેના કેમ્પની આ સેવાને બિરદાવવા જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આભારપત્ર આપી અભિવાદિત કરવામાં આવ્યા હતા.
માલધારી સેના દ્વારા આયોજિત આ સેવા કેમ્પને સફળ બનાવવા માલધારી સેનાના સેવાભાવી કાર્યકરોએ જહેમત ઉઠાવી ભગવાન જગન્નાથ ના આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.




