ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉતર પ્રાંત દ્વારા તારીખ:- ૧૭-૦૫-૨૦૨૬ ને રવિવારના રોજ મહેસાણા મુકામે શિવાલિક હોટલમાં ઉતર પ્રાંતના પદાધિકારીઓ માટે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉતર પ્રાંતની જુદી જુદી શાખાના ૧૬૦ થી વધારે પધાધિકારીઓએ હાજર રહી માર્ગદર્શન મેળવી અભ્યાસ વર્ગને સફળ બનાવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દિપપ્રાગટ્ય, બાદ પશ્રિમક્ષેત્રના જનરલ સેક્રેટરી શ્રી વિનોદભાઇ લાઠિયા, જોઇન્ટ જનલર સેક્રેટરી દિનેશભાઇ વોરા, કાર્યકારી પ્રમુખ હેમંતભાઇ કાટવાલા, મહામંત્રી વિશ્વેશભાઇ જોષી અને મહેસાણા શાખાના પ્રમુખ મધુસુદનભાઇ ઠકકરે, સ્ટેજ પર સ્થાન શોભાવ્યું.


મહેમાનોના સ્વાગત-સન્માન અને હેમંતભાઇ કાટવાલાના સ્વાગત પ્રવચન બાદ, પશ્રિમક્ષેત્રના જનરલ સેક્રેટરી શ્રી વિનોદભાઇ લાઠિયાએ ભારત વિકાસ પરિષદની હાલની વિચારધારા, કાર્યશૈલી, કાર્યક્રમો અને સંગઠનને મજબુત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. શ્રી દિનેશભાઇ વોરાએ ભા.વિ.૫. ના રૂલ્સ, રેગ્યુલેશન અને પ્રોટોકોલ અંગે વિસ્તાર પૂર્વક માહિતી આપી. પશ્રિમક્ષેત્રના સેવા ગતિવિધી કન્વિનર અરવિંદભાઇ તુવરે સેવાના કાર્યક્રમો પર પ્રકાશ પાડ્યો અને કેવા પ્રકારના સેવા કાર્યો કરવા અને કેવા પ્રકારના સેવા કાર્યો ન કરવા જોઇએ એ અંગે જાણકારી આપી. પશ્રિમક્ષેત્રના સંસ્કાર ગતિવિધી કન્વિનર નરેન્દ્રભાઇ ભાડલિયાએ સંસ્કારને લગતાં રાષ્ટ્રીય કાર્યક્રમો અને બીજા કાર્યક્રમો, મહિલા સહભાગિતા સોનલબેન મોઢે મહિલાને લગતા કાર્યક્રમો, સંપર્ક કન્વિનર પરેશભાઇ જીવરાણીએ સંપર્ક, પર્યાવરણ કન્વિનર અનિલભાઇ લિંમ્બાચિયાએ પર્યાવરણ પ્રકલ્પના કાર્યક્રમો અંગે અને પ્રાંત ખજાનચી દિલીપભાઇ પટેલે હિસાબ તેમજ એઓપી ના નવા ખાતા માટે બધાને મહિતગાર કર્યા હતા.



અભ્યાસ વર્ગના અંતિમ અને સમાપન સત્રમાં ઉપપ્રમુખ સંજયભાઇ ત્રિવેદીએ સંગઠન, વિભાગીય મંત્રી કમલેશભાઇ તન્નાએ સંપર્ક, પ્રાંત સેવા ગતિવિધીના કન્વિનર શ્રીમતી પૂર્ણિમાબેન મોદીએ સેવા કાર્યો, પ્રાંત સંસ્કાર ગતિવિધીના કન્વિનર શ્રીમતી મમતાબેન ખમારે સંસ્કાર લક્ષી કાર્યક્રમો, પ્રાંત મહિલા સહભાગિતા ગતિવિધીના કન્વિનર શ્રીમતી મીનાબેન મહેશ્વરીએ મહિલાને લગતાં કાર્યક્રમો માટે અને દિનેશભાઇ પટેલે હિસાબો માટે ગ્રુપ ચર્ચાને અંતે આવેલા મહત્વના સુચનો પર પ્રકાશ પાડ્યો. ચિંતન કમિટીના સભ્ય જયેશભાઇ પટેલે હાજરી આપી, પ્રાંત પ્રમુખ કમલભાઇ ચંદારાણાએ આગામી કાર્યક્રમો અંગે જાણકારી આપવા સાથે મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને દરેક શાખામાં અભ્યાસ વર્ગનું આયોજન થાય તે ભાર પૂર્વક જણાવ્યું. અભ્યાસ વર્ગનું સુંદર સંચાલન અને આભાર વિધી વિશ્વેશભાઇ જોષી દ્વારા કરવામાં આવી હતી.




