મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને પતંગો વિતરણ કરી ફાફડા – જલેબી નો અલ્પહાર કરાવ્યો…

પાટણ તા. 15
મકરસંક્રાંતિ ના પાવન પર્વની પાટણના નગરજનોની સાથે સાથે પાટણના ધાર્મિક તીર્થ સ્થાનોમાં પણ ઉત્સવ ઉમંગ સાથે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવણી કરવામાં આવી હતી.
મકરસંક્રાંતિની પૂવૅ સંધ્યાએ પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસરને રંગબેરંગી પતંગો થી શણગારી ભગવાન સન્મુખ સમૂહ આરતી પુજન કરી વિશ્વ કલ્યાણની પ્રાથૅના કરવામાં આવી હતી.
આ પ્રસંગે પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવારના બાળકોને પતંગોનું વિતરણ તેમજ ફાફડા જલેબી નો અલ્પાહાર પિરસવામાં આવ્યો હતો.




