પાટણ કલેકટર કચેરી ખાતે બન્ને ગામના આગેવાનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું
મહેસાણા દુધ સાગર ડેરી દ્વારા પાટણ જીલ્લાનાં નોરતા ગામની નરભેરામ મહિલા મંડળ અને વધાસર ગામની મોમાઈપુરા મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.નુ દુધ લેવાનું બંધ કરી દેવાની બાબતને લઈને આજરોજ ઉપરોક્ત ગામનાં આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે આવી પહોચી સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. મહેસાણા દુધ સાગર ડેરી દ્વારા ઉપરોક્ત બન્ને ગામની દુધ મંડળી નુ દુધ નહી લેવાની બાબતો ગ્રામજનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નોરતાં ગામની નરભેરામ મહિલા મંડળી દ્વારા દુધ સાગર ડેરી નાં નિયામક ની ચુંટણી પહેલા નિમાયેલા વહીવટદારે મંડળીનાં આગેવાન પ્રત્યે પૂવૅ ગ્રહ રાખીને કોઈ પણ પ્રકારના કારણ વગર દુધ મંડળી નુ દુધ લેવાનું બંધ કરેલ છે જેનાં કારણે મંડળીને પોતાનું દુધ ના છુટકે ખાનગી ડેરીમાં વેચવાની ફરજ પડી રહી છે.મહેસાણા દુધ સાગર ડેરી ને દુધ લેવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી મહેસાણા દુધ સાગર ડેરી દ્વારા આ મંડળી નું દુધ લેવામાં આવતું નથી.
જ્યારે વધાસર ગામની મોમાઈપુરા મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી નું દુધ પણ વહીવટદાર દ્વારા મહેસાણા દુધ સાગર ડેરી ન લેવાં જણાવેલ હોવાથી આજદિન સુધી આ મંડળી નું દુધ પણ મહેસાણા દુધ સાગર ડેરી લેતી ન હોય ત્યારે ઉપરોકત બન્ને મંડળીનું દુધ મહેસાણા દુધ સાગર ડેરી દ્વારા લેવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



