ડો. દિક્ષિત મોઢે ધારપુર મેડિકલ કોલેજિસના ડીન તરીકેનો સંભાળ્યો ચાર્જ: રોટરી ક્લબ પાટણ દ્વારા પાઠવવામાં આવી શુભેચ્છાઓ

પાટણ:
ધારપુર મેડિકલ કોલેજ ખાતે એનેસ્થેસિયા વિભાગના વડા તરીકે ફરજ બજાવતા ડો. દિક્ષિત મોઢે ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો છે. આ મહત્વપૂર્ણ જવાબદારી ગ્રહણ કરવા બદલ રોટરી ક્લબ પાટણના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ દ્વારા તેમને રૂબરૂ મળીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન રોટરી ક્લબ પાટણના હોદ્દેદારો ડો. બાબુભાઈ પ્રજાપતિ, ડો. પરિમલભાઈ જાની, પરેશ પટેલ, નીરવ પટેલ અને જય દરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડો. દિક્ષિત મોઢને તેમના નવા અને જવાબદારીપૂર્વકના કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ડો. દિક્ષિત મોઢના લાંબા અનુભવ, ઉત્કૃષ્ટ કુશળતા અને સેવાભાવનો લાભ ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને તેમજ સમગ્ર આરોગ્ય ક્ષેત્રને મળશે. તેમના માર્ગદર્શન હેઠળ કોલેજ શિક્ષણ અને તબીબી સેવાઓમાં વધુ પ્રગતિ કરશે અને નવી ઊંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રોટરી ક્લબ પાટણ પરિવાર દ્વારા ડૉ. દિક્ષિત મોઢના આગામી કાર્યકાળની સફળતા માટે વિશેષ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here