અંધારામાં લઈ જઈ છરીની અડેથી ઘરેણા અને રોકડ લૂંટી ફરાર થઈ ગયેલા ઇસમો ગણતરીના કલાકોમાં પોલીસ પકડમાં
પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ટેક્નિકલ સોર્સ અને નેત્રમ કમાન્ડની મદદથી ભેદ ઉકેલ્યો
પાટણ,
પાટણ શહેરમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ ‘ગ્રાઇન્ડર’ (Grndr) દ્વારા બાઇક સર્વિસ કરવાના બહાને યુવકોને બોલાવી, નિર્જન અને અંધારા વાતાવરણમાં લઈ જઈને છરીની ધાકે લૂંટ ચલાવતી એક કુખ્યાત ગેંગનો પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ૩૨,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઘટનાની વિગત
બનાસકાંઠા રેન્જ પાલનપુરના આઈ/સી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરાયા હતા.
આરોપીઓએ પીડિતને ‘ગ્રાઇન્ડર’ એપ મારફતે બાઇક સર્વિસના બહાને અંધારામાં બોલાવ્યો હતો અને ત્યારબાદ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડ રકમ તેમજ ઘરેણાં લૂંટી લીધા હતા. આ અંગે પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૦(૨), ૩૧૧, ૨૮૧ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમ, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારો (હ્યુમન સોર્સીસ) ની મદદથી ટૂંકા સમયમાં જ ગુનાનો પર્દાફાશ કર્યો હતો.
ઝડાયેલા આરોપીઓ*l
૧. ભરતજી ઉર્ફે જીગર રમેશજી ઠાકોર (રહે. પાટણ રામનગર ભદ્રાડાપરૂ, તા.જિ. પાટણ)
૨. અરવિંદજી ઉર્ફે પીન્ટુ અનુપજી ઠાકોર (રહે. પાટણ રામનગર ભેમોસણપરૂ, તા.જિ. પાટણ)
૩. કશનજી ઉર્ફે બધી અનારજી ઠાકોર (રહે. પાટણ રામનગર ભેમોસણપરૂ, તા.જિ. પાટણ)
*(સંડોવાયેલા અન્ય ૩ આરોપીઓ કરણજી રણછોડજી ઠાકોર, સંજયજી અગરાજી ઠાકોર અને પરેશજી અમરતજી ઠાકોરને પકડવાના બાકી છે, જેમની શોધખોળ ચાલુ છે.)*
કબ્જે કરાયેલ મુદ્દામાલ (કુલ કિંમત રૂ. ૩૨,૦૦૦/-)
- રોકડ રકમ: રૂ. ૯,૫૦૦/-
- મોટરસાયકલ (નંગ-૦૧): કિંમત રૂ. ૧૫,૦૦૦/-
- ચાંદીની વીંટી (નંગ-૦૧): કિંમત રૂ. ૨,૫૦૦/-
- મોબાઈલ ફોન (નંગ-૦૧): કિંમત રૂ. ૫,૦૦૦/-
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલા તથા વોન્ટેડ આરોપીઓ પૈકી કરણજી રણછોડજી ઠાકોર અને સંજયજી અગરાજી ઠાકોર વિરુદ્ધ અગાઉ પણ પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારમારી અને ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
સરાહનીય કામગીરી કરનાર પોલીસ ટીમ
આ અનડિટેક્ટ ગુનાને સફળતાપૂર્વક ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ટ્રેસ કરવામાં પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.એ. શાહ (પોલીસ ઇન્સ્પેક્ટર, પાટણ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન), આઇ.જી. મોરી (પોલીસ સબ ઇન્સ્પેક્ટર), વી.ટી. રાજપુત (પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મહેશભાઇ પાતાભાઇ (એ.એસ.આઇ.), વિનોદભાઇ પુનાભાઇ (અ.હેડ કોન્સ્ટેબલ). કમલેશકુમાર કાંતીલાલ (અ.હેડ કોન્સ્ટેબલ), વિક્રમસિંહ હેમુભા (અ.હેડ કોન્સ્ટેબલ), દશરથસિંહ ભોપાજી (અ.હેડ કોન્સ્ટેબલ), જગદીશભાઇ મોતીભાઇ (પોલીસ કોન્સ્ટેબલ), મહેશભાઇ શીવાભાઇ (પોલીસ કોન્સ્ટેબલ), યોગેશકુમાર અરવિંદભાઇ (પોલીસ કોન્સ્ટેબલ), રણજીતસિંહ સામંતસિંહ (પોલીસ કોન્સ્ટેબલ) સહિતનાઓએ પ્રસંશનીય કામગીરી કરી હતી. જિલ્લા પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા કે અજાણ્યા સંપર્કો દ્વારા અજાણી જગ્યાએ જતા ચેતવણી સાથે સાવચેત રહેવા અપીલ કરી છે.




