સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ ટીમની સ્ટડી સર્કલ મીટિંગ મળી.

વડોદરા તા
સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ ટીમની સ્ટડી સર્કલ મીટિંગ વડોદરામાં મળી હતી.
સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ ટીમ 2025-26 દ્વારા યુથ એમ્પાવર્મેન્ટ અને માઇક્રો મેનેજમેન્ટ વિષય પર સ્ટડી સર્કલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે સિનિયર ટેક્સ એડવાઇઝર અને એડવોકેટ દીપક અમીને સમજાવ્યું હતું કે સમયસરનું આયોજન, જવાબદારીઓનું વિતરણ, વિગતવાર વ્યવસ્થા, પ્રતિસાદ મેળવી સુધારા કરવા. જેવા મુદ્દા યુથ એમ્પાવર્મેન્ટ અને માઇક્રો મેનેજમેન્ટના ફાયદારૂપ બને છે. તેઓએ ભગવાન ગણેશજી પાસેથી માઇક્રો મેનેજમેન્ટના પાઠ શીખવાનું ઉમેર્યું હતું. આ પ્રસંગે ચેમ્બર સેક્રેટરી એડ. ધર્મેશભાઈ ગાંધી વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. કમિટી મેમ્બર એડવોકેટ ઉપેન્દ્રસિંહ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો.
મનીષ જોષી “મૌન” દ્વારા




