છેતરપીંડી કરનારી લુટેરી દુલ્હન અને સાગરિતોને રાધનપુર પોલીસે પકડી પાડ્યા; રૂ. 2.27 લાખનો મુદામાલ કબ્જે

રાધનપુર
લગ્ન કરાવવાના બહાને દસ લાખ રૂપિયા અને ઘરેણાં લઈ ફરાર થયેલી ‘લુટેરી દુલ્હન’ તથા તેની આખી ટોળકીને રાધનપુર પોલીસે ઝડપી પાડી આચરેલી છેતરપિંડીનો ભંડાફોડ કર્યો છે. પોલીસએ કુલ રૂ. 2,27,000ના મુદામાલ રિકવર પણ કર્યો છે.

ફરીયાદીના લગ્નના નામે દસ લાખ રૂપિયા અને ઘરેણાં લઈ દુલ્હન ફરાર થઈ
ફરીયાદી બાબુભાઈ ભગવાનભાઈ ભરવાડ, રાધનપુર જેઠાસર રહે,ને લગ્ન કરાવવાના બહાને આરોપીઓએ વિશ્વાસમાં લઈને રૂપિયા 10,00,000 અને સોનાના આભૂષણો મેળવ્યા હતા. લગ્ન બાદ દુલ્હન ફરાર થઈ ગઈ હતી અને બાદમાં પૈસા પરત માગતા તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સંદર્ભે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

સી.આઈ.જી., એસ.પી. અને ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો રચાઈ
સરહદી રેંજ-કચ્છ ભુજના મે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયી તથા નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાનાના માર્ગદર્શન હેઠળ રાધનપુર પો.સ્ટે.ના પી.આઈ. આર.કે. પટેલના નેતૃત્વમાં ખાસ ટીમો રચાઈ. આ ટીમોએ વડોદરા, રાજકોટ અને બોટાદ સુધી તપાસ કરીને આરોપીઓને પકડી પાડ્યા.

પકડી પાડાયેલા આરોપીઓ
(૧) ઇલાબેન ઉર્ફે હિરલ પરમાર (લુટેરી દુલ્હન) – રાજકોટ
(૨) જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ – ઝરીયા, બોટાદ
(૩) કનુ ઉર્ફે મનુભાઈ લધરાભાઈ ભરવાડ – વડોદરા
(૪) ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ – બોટાદ
(૫) લાલાભાઈ જીવાભાઈ ભરવાડ – નાવીયાણી, દસાડા

ફરાર આરોપીઓ
(૧) લક્ષ્મીબેન જીવણભાઈ ભરવાડ – દુલ્હનની બનેલી માતા
(૨) મેરાભાઈ જીવણભાઈ ભરવાડ – દુલ્હનનો બનેલો ભાઈ

રીકવર થયેલો મુદામાલ – કુલ મૂલ્ય રૂ. 2,27,000

  • રોકડ રકમ: રૂ. 1,50,000
  • પાંચ મોબાઈલ : રૂ. 41,000
  • સોનાની વિટર્ટી : રૂ. 36,000

આરોપીનો ગુનાહિત ઈતિહાસ પણ બહાર આવ્યો
મુખ્ય આરોપી ‘લુટેરી દુલ્હન’ ઇલાબેન ઉર્ફે હિરલ પરમાર વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ અને બગદાણા પોલીસ સ્ટેશનમાં બળજબરીથી રૂપિયા પડાવવાના તથા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવાના બે ગુનાઓ નોંધાયેલ છે.

પોલીસની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને જવાનો
પી.આઈ. આર.કે. પટેલ સહિત પીએસઆઈ પી.એન. મોરી, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ, જયેશભાઈ, આશિષભાઈ તથા પોલીસ જવાનો રાકેશભાઈ, અજમલભાઈ, શૈલેષભાઈ, નવીનભાઈ, પ્રહલાદભાઈ અને રાહુલકુમાર તેમજ મહિલા કોન્સ્ટેબલ ભારતીબેન મેરીએ કામગીરી સફળ બનાવી હતી.

રાધનપુર પોલીસે સમગ્ર ટોળકીના ભાંડાફોડ સાથે મુદામાલ રિકવર કરતાં વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here