
આઠ ગોલ્ડ,નવ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે કુલ એકવીસ મેડલ મેળવી પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું…


ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વડોદરા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની બધિર ખેલ ટુર્નામેન્ટમાં પાટણ જિલ્લાની શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળાના ખેલાડીઓ વિવિધ એથલેટિક ઇવેન્ટમાં વયજૂથ પ્રમાણે સ્પર્ધા માં ઉત્સાહપૂર્વક ભાગ લઈને બાર ખેલાડીઓ વિજેતા બની આઠ ગોલ્ડ સાથે કુલ એકવીસ મેડલ જીતીને અભ્યાસની સાથે સાથે ખેલ કૂદની સ્પર્ધાઓમાં બધિર બાળકો સખ્ત મહેનત કરી ગુજરાતમાં પાટણ જિલ્લાને તથા બહેરા મૂંગા શાળા પાટણને ગૌરવ અપાવ્યું છે.આ ખેલાડીઓ માંથી આઠ થી દસ ખેલાડી આગામી જાન્યુઆરી-૨૦૨૬ માં રમાનાર નેશનલ ડેફ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પસંદ થશે એવી આશા બંધાઈ છે.શાળાના આચાર્ય ઘેમરભાઇ દેસાઈ, કોચ રાહુલ સલાટ દ્વારા બધિર ખેલાડીઓને સતત કોચિંગ-માર્ગદર્શનના પરિણામે ખેલાડીઓ એ સુંદર દેખાય કર્યો છે.શાળાના મંત્રી દેવેન્દ્રભાઇ સાલવી, વહીવટી અધિકારી ઉષાબેન બૂચ,સહમંત્રી કુસુમબેન ચંદારાણા તથા મુંબઈથી ટ્રસ્ટીશ્રીઓ દ્વારા વિજેતા ખેલાડીઓ તથા ઘેમરભાઇ દેસાઈ અને તેમની શાળા-છાત્રાલયની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ મેદાનની સગવડ સાથે સતત માર્ગદર્શન માટે જિલ્લા રમતગમત સંકુલ પાટણ અને વડોદરા ખાતે ટુર્નામેન્ટ ના સુંદર આયોજન માટે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ ના સેક્રેટરી વિરભદ્રસિંહ, પ્રમુખ દિપક શાહ, કેતનભાઈ શાહ અને યજમાન મૂકબધિર મંડળ વડોદરા નો આભાર વ્યક્ત કર્યો હતો. સંખ્યાની દ્રષ્ટિએ શાળા નાની હોવાછતાં અદભુત પરીણામ થકી શાળાનું ગૌરવ વધારનાર બધિર ખેલાડીઓ તથા સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ ને સમગ્ર પાટણ પંથકમાંથી વાલીઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદન ની વર્ષા થઇ રહી છે.ગત્ વર્ષે કેરાલા ખાતે યોજાયેલી નેશનલ ડેફ ચેમ્પિયનશિપમાં પણ ગુજરાતે મેળવેલ આઠ મેડલ માંથી છ મેડલ બહેરા મૂંગા શાળા પાટણના ખેલાડીઓ મેળવી યાદગાર દેખાવ કર્યો હતો. વિજેતા ખેલાડીઓની યાદી ૧)ક્રીષ પ્રજાપતિ એક ગોલ્ડ એક સિલ્વર ૨)ઠાકોર રોહિત એક ગોલ્ડ એક સિલ્વર ૩)ઠાકોર સચિન એક સિલ્વર ૪)કરીશ્મા એક ગોલ્ડ એક સિલ્વર ૫)રબારી નિતા બે ગોલ્ડ ૬)ઠાકોર ક્રિષ્નુજી એક ગોલ્ડ એક સિલ્વર ૭)પટણી અર્જુન બે સિલ્વર એક બ્રોન્ઝ ૮)પ્રજાપતિ ગિરધારી એક ગોલ્ડ એક બ્રોન્ઝ ૯)ઠાકોર પૂજા બે સિલ્વર ૧૦)ડોસાણી કોમલ એક ગોલ્ડ ૧૧)પ્રજાપતિ કાજલ એક બ્રોન્ઝ ૧૨)પંડ્યા રાજવીર એક બ્રોન્ઝ



