વડોદરા મહાનગરપાલિકાના સફાઈ સેવકોને સહાય અર્પણ કરાઈ

વડોદરા મહાનગરપાલિકા ખાતે પ્રત્યેક વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ કરનારા સફાઈ કર્મીઓને નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત પ્રોત્સાહિત કરી નાણાકીય સહાય અર્પણ કરી તેમના પ્રયત્નોને મેયર પિન્કીબેન સોની દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. આ રીતે કાર્ય કરી વડોદરાને “સ્વચ્છ અને સુંદર” બનાવે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનીષ જોષી “મૌન”ની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here