શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીકની કેનાલ ની ગંદકી સાફ કરાવતાં ચીફ ઓફિસર..

કેનાલ આજુબાજુમાં ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને રહેતા લોકોને દૂર કરી કેનાલની સ્વચ્છતા જાળવવા સૂચિત કરાયા..

પાટણ તા. 19
પાટણ નગરપાલિકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસો સાથે શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતી નહેરોની સફાઈની કામગીરી પણ નિયમિતપણે કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારના રોજ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક
ની કેનાલની મુલાકાત લીધી હતી અને કેનાલમાં લોકો દ્રારા ઠલવાયેલ ગંદકી જોઈ તાત્કાલિક પાલિકાના કર્મચારીઓને ઘટના સ્થળે બોલાવી કેનાલની સફાઈ કરાવી કેનાલની આજુબાજુમાં ગેરકાયદેસરના ઝુપડા બાંધીને રહેતા લોકોને દૂર કરી વિસ્તારના રહીશોને તેમજ વેપારીઓને કેનાલમાં ગંદકી ન ફેલાવવા અપીલ કરી કેનાલ ની સ્વચ્છતા બાબતે સૂચિત કર્યા હતા.
સાથે સાથે ખુલ્લી કેનાલમાં નહાવા પડતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટે પાલિકાને સુચિત કરવા તેઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here