સનાતન સંસ્કૃતિના પ્રતિકો અને રામદૂત પુસ્તક ગુજરાતના 500 થી વધુ સાધુ-સંતોને અર્પણ કરાશે: આચાર્ય પિયુષ..

પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ સનાતન ધર્મના સંસ્કારો નું સિંચન કરવા માટે કટિબદ્ધ છે..

પાટણ તા.૨૪
પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય પિયુષ સહિતના ટ્રસ્ટીઓ અને તેમના કાયૅકરો દ્રારા આજની અને આવતીકાલની પેઢી સનાતન સંસ્કૃતિને વિસરી ન જાય અને સનાતન સંસ્કૃતિના સંસ્કારો નું સિંચન થાય તેવા ઉમદા આશય થી હજારો વર્ષ પૂર્વે લખાયેલા શાસ્ત્રો અને ગ્રંથો ને મૂળભૂત રીતે જેમના તેમ રાખી વર્તમાન સમયમા જેમ ક્ષતિગ્રસ્ત મંદિરોના જિર્ણોદ્ધાર કરવામાં આવે છે તેવી જ રીતે આવા શાસ્ત્રો અને ગ્રંથોને મૂળભૂત રીતે જેમ ના તેમ રાખી પુસ્તક રૂપે પ્રગટ કરી સનાતન ધર્મ ના પ્રચાર – પ્રસાર અને સંવૅધન માટે કટિબદ્ધતા થી કાર્ય કરી રહ્યા છે.
સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓ માટે લોકોની કેટલીક ગેર માન્યતાઓ દૂર થાય અને તેમના વિશે ની સાચી માહિતી રસ પૂર્વક આજની અને આવનારી પેઢી વાંચે અને તેને સમજે તેના માટે આચાર્ય પિયુષ ધાર્મિક પુસ્તકોનું આલેખન અને ચિત્રાંકન કરી સમાજના પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષકો, ડોક્ટરો, પત્રકારો, વિવિધ સેવાકીય સંસ્થાના પદાધિકારીઓ તેમજ વિવિધ સનાતન મંદિરોના મહંતો- સાધુઓ તેમજ રાજકીય- સામાજિક આગેવાનો ને રૂબરૂ મળી તેમના દ્વારા લિખિત સનાતન સંસ્કૃતિ
ના પ્રતિકો અને રામદૂત પુસ્તક રૂબરૂ મળીને વિતરણ કરવામાં આવી રહ્યું છે.અને આચાર્ય પિયુષે પોતાના આ પુસ્તકો ૫૦૦ થી વધુ સાધુ- સંતો ને નિઃશુલ્ક આપવા માટે નો સંકલ્પ વ્યક્ત કર્યો છે સાથે સાથે જિલ્લાની લાઈબ્રેરીઓ, વિવિધ શાળા- કોલેજ અને સંસ્થાઓને પણ આ પુસ્તકો તેઓ દ્રારા આપવામાં આવનાર છે ત્યારે તેઓ દ્રારા તાજેતરમાં જ ઉતર ગુજરાત ના પ્રસિદ્ધ ધામ એવા નોરતા ના સંત શિરોમણી પ.પૂ. શ્રી દોલતરામ બાપુ, ગંગેશ્વર ધામ હાથીધરાના સંત શ્રી દયાલપુરી બાપુ અને ઉકરડા ધામ બાલારામ ના સંત ચિનુભારથીજી મહારાજ ને પોતાના બંન્ને પુસ્તકો અપૅણ કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here