પાટણ સ્થિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, સંચાલિત આદર્શ વિદ્યાસંકુલ ખાતે વહીવટી અને શૈક્ષણિક કામગીરી સરળતાથી થઇ શકે તે હેતુથી અંદાજિત 45 લાખના ખર્ચે નવીન વહીવટી ભવન કે જેમાં કોમ્યુનિટી હોલ, રિસર્ચ લેબ, અને અન્ય શૈક્ષણિક જરૂરિયાત પુરી કરવાના હેતુથી આજરોજ નવીન વહીવટી ભવનનું શુભ મુહર્તમાં સંપૂર્ણ શાસ્ત્રોક વિધિ સાથે નવીન બાંધકામના શ્રી ગણેશ કરાયા.


આ પ્રસંગે સંસ્થાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ ચૌધરી, લક્ષ્મણભાઇ ચૌધરી, વર્તમાન પ્રમુખ હરેશભાઇ ચૌધરી, મંત્રી ભરતભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી, ખજાનચી દેવજી ભાઈ સહીત સામાજિક અગ્રણીઓ, સંકુલના પ્રિન્સિપાલો સહીત ઉપસ્થિત રહ્યા હતા. આ ભવનનું કામકાજ એક વર્ષમાં પૂર્ણ કરાશે



