સમી નજીક એલ.સી.બી. પાટણની મોટી કાર્યવાહી : ક્રેટા કારમાંથી રૂ. .૨,૫૮,૯૬૦ ના દારૂનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

પાટણ : પાટણ જિલ્લાના સમી વિસ્તારેથી એલ.સી.બી. પાટણે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે વર્ણા ગામ નજીકથી એક ક્રેટા કાર રોકી તપાસ કરતાં કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ ૧૨૦૦ બોટલ/ટિન,  કિંમત રૂ. ૨,૫૮,૯૬૦ નો જથ્થો મળી આવ્યો હતો.

કાર (DL-8CAM-8982)ની કિંમત રૂ. ૧૦ લાખ તથા મોબાઇલ રૂ. ૩૦ હજાર મળી કુલ રૂ. ૧૨,૮૮,૯૬૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસે મહેન્દ્રસિંહ તનસિંહ વેણીદાન રતુ (ચારણ), મૂળ લાલપુરા, જી. જોધપુર (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે. જ્યારે ફરાર આરોપીઓમાં ભવાનીસિંહ (જોધપુર – માલ આપનાર), શ્રીરામ બિશ્નોઇ (વીરાવા) તથા મહેશભાઈ ભરવાડ (છાણીયાથર)નો સમાવેશ થાય છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. પાટણ એલસીબી પી.આઇ. આર.જી. ઉનાગર અને તેમની ટીમ એચ.ડી. મકવાણા, એસ.બી. સોલંકી, લાલાભાઈ ચેહાભાઈ, વનરાજસિંહ રાણાજી અને પ્રવિણસિંહ જેસંગજી દ્વારા અંજામ આપયો હતો.

આરોપી સામે સમી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબીશન ઍક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here