પાટણ શહેરના વોર્ડ નં ૧ ના સાલવીવાડા, ભરવાડવાસ સહિતના વિસ્તારના સ્થાનિકો દૂષીત પાણી મુદ્દે નગરપાલિકા સામે રોષે ભરાયા..

સ્થાનિકો ના જણાવ્યા મુજબ કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી…

પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા ભરવાડા વાસમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ડહોળું અને દુષિત દુર્ગંધ મારતું આવતું હોવાથી સ્થાનિક રરહીશોમાં પાટણ નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે…

પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ ભરવાડ વાસમાં દૂષિત અને દુર્ગંધ વાળું પાણી આવતા સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેસત નકારી શકાય તેમ નથી, ત્યારે ભરવાડ વાસ વિસ્તારના સ્થાનિક રહીશોએ આ દૂષિત પાણી અંગે પાટણ નગરપાલિકાના સત્તાધીશોને અવારનવાર રજૂઆતો કરવા છતાં દૂષિતપાણી અંગેનું નક્કર પરિણામ સ્થાનિક રહીશોને મળ્યું નથી, ત્યારે આજે પણ આ વિસ્તારના સ્થાનિક રહીશો પીવાના શુદ્ધ પાણીથી વંચિત રહી ગયા છે ત્યારે આ વિસ્તારના સ્થાનિક રહીશો શુદ્ધ પાણી પીવા માટે પૈસા ખર્ચીને શુદ્ધ પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે, જ્યારે આ અંગે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પાટણ નગરપાલિકા દ્વારા નગરજનો પાસેથી વિવિધ પ્રકારના વેરાઓ લેવામાં આવી રહ્યા છે, તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સ્થાનિક રહીશોની સુખાકારીને ધ્યાનમાં રાખી ને સગવડો પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી રહ્યાં છે. અને સ્થાનિક રહીશો સમયસર વિવિધ વેરા ભરપાઈ ના કરે તો પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નળ કનેક્શન કાપી નાખવાની નોટિસો આપવામાં આવે છે.  ત્યારે હવે આ વિસ્તારના સ્થાનિક રહીશો પીવાના પાણીની સમસ્યાને લઈને આવનારી પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં નિષ્ક્રિય રહી ચૂટણીનો બહીષ્કાર કરશે અને નગરપાલિકાના એક પણ કોર્પોરેટરોને મત આપવાનો ઇન્કાર કરી પાટણ નગરપાલિકા ના સત્તાધીશો સામે રોષ વ્યકત કર્યો હતો આ બાબતે પાટણ આમ આદમી પાર્ટીના પાટણ વિધાનસભા પ્રભારી સ્વયં સાલવી દ્વારા સ્થાનિકોની મુલાકાત લઈ તેમની સમસ્યા બાબતે નગરપાલિકામાં રજૂઆત કરતાં નગરપાલિકા દ્વારા તપાસ કરાવવા અને પાણી પ્રશ્ને નિરાકરણ લાવવાની હૈયા ધારણા આપી હતી…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here