સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે હજારો લોકો અસર ગ્રસ્ત બન્યા.

અસરગ્રસ્ત લોકોને પાટણ RSS દ્રારા ૩ હજાર ફુડ પેકેટ પહોચાડી માનવતા મહેકાવી…

પાટણ તા. ૯
સમાજ હૈ આરાધ્ય દેવ હમારા સેવા હૈ આરાધનાએ પંક્તિને ચરિતાર્થ કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાટણના કાર્યકર્તાઓએ ભારે વરસાદની તાબાહીથી અસરગ્રસ્ત પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ૩ હજાર ફુડ પેકેટ તૈયાર કરી પહોચતા કરી માનવતા મહેકાવી હતી.
હમેશા સમાજની સેવા માટે સક્રિય એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ ના કાર્યકતૉઓએ છેલ્લા બે દિવસથી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ખૂબ તારાજી સર્જાવાને કારણે ઘણા બધા ગામો સંપર્ક વિહોણા બન્યા હોય તે લોકોને તાત્કાલિક ભોજન મળી રહે તે માટે પાટણ નગરની વિવિધ સોસાયટીઓ માંથી સુખડી તેમજ થેપલા બનાવીને અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવા માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવતા તેના પ્રતિસાદ રૂપે મોડી રાત્રિના સમયે પણ પરિવારોની માતાઓએ પોતાના ઘરના રસોડા માનવતાના આ કાર્ય માટે ચાલુ કર્યા,અને માતૃભાવથી સુખડી અને થેપલા બનાવી માત્ર ત્રણ કલાકના ટૂંકા સમયમાં ૩ હજાર થી વધારે ફૂડ કીટ તૈયાર કરવામાં આવી હતી જે ફુડ કીટ લઈને રાતોરાત આર એસ એસ ની એક ટીમ સાંતલપુર રવાના કરી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.
આ આપત્તિ વેળાએ માનવતાવાદી પ્રવૃત્તિ કરનાર હિન્દુ સમાજ ના સહયોગનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાટણ દ્રારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here