પાટણ તા. ૨૨
પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના સંગઠન કાર્યાલયનો શનિવારે સિધ્ધપુર ના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે રીબીન કાપીને કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું.
આ કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો છે. સ્થાનિક સ્તરે પક્ષની પ્રવૃત્તિઓને વેગ આપવા અને કાર્યકરોને એક મંચ પૂરો પાડવા માટે આ પહેલ કરવામાં આવી છે.
આ પ્રસંગે સિદ્ધપુર APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી સહિત સંગઠનના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



