પાટણનું આઇકોનિક બસ સ્ટેશન શરૂ કરાઈ તે પૂર્વે રૂટ પરના ગેરકાયદેસરના70:થી 80 દબાણો દુર કરાયાં..

વહીવટી તંત્ર અને પાલિકા સહિત પોલીસ ની દબાણ હટાવો ની કામગીરીને લઇ દબાણ કારોમાં ફફડાટ વ્યાપ્યો…

પાટણ તા. 22
પાટણનું આઇકોનિક બસ સ્ટેશન ટુક સમયમાં શરૂ થવાની તૈયારી હોય રૂટ પરથી કાચા પાકા અને લારી-ગલ્લા, વાહનોના દબાણો હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મુસાફરોની અવર જવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી વહીવટી તંત્ર અને પાટણ પાલિકા સાથે પોલીસે ગતરોજ મોડી સાંજે બસ સ્ટેશન
ના રૂટ પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી.
આ દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન નડતરરૂપ 70 થી 80 જેટલા કાચા-પાકા બાધકામ સાથે લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
કલેક્ટરના આદેશથી આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ પૂર્વે આ કામગીરી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બસની અવર જવરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર, નગર
પાલિકાના અધિકારીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે મોડી સાંજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.
બસ સ્ટેશન તરફ જતા માર્ગો પર છેલ્લા ઘણા સમયથી કાચા-પાકા દબાણો, લારી-ગલ્લા અને અન્ય પથારાવાળાઓએ ટ્રાફિકમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દબાણોના કારણે બસ અને અન્ય વાહનોની અવર જવર મુશ્કેલ બની રહી હતી, જેનાથી લોકોને અગવડતા પડતી હતી.
આ બાબતને ગંભીરતાથી લઈને, વહીવટી તંત્ર અને નગરપાલિકા ની ટીમે પોલીસ ના સહયોગથી બસ સ્ટેશનના રૂટ પરના તમામ દબાણો હટાવ્યા હતા. આ કાર્યવાહીમાં માર્ગોની બંને બાજુએ અનધિકૃત ગોઠવાયેલા લારી-ગલ્લા,પતરાના શેડ અને અન્ય દબાણકર્તા વસ્તુઓ દૂર કરવામાં આવી હતી. દબાણનો કાટમાળ ટ્રેક્ટર મારફતે પાલિકા ખાતે લઈ જવામાં આવ્યો હતો.
નવા આઈકોનિક બસ સ્ટેન્ડ ના પ્રારંભ પૂર્વે હાથ ધરવામાં આવેલ દબાણ હટાવો ની કામગીરી ને લઇ દબાણ કતૉઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તો કેટલાક દબાણ કારોએ પોતાનો માલસામાન બચાવવા જાતે જ પોતાના દબાણો દુર કયૉ હતાં.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here