સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬ નું આયોજન

સિદ્ધપુરમાં ગુંજ્યું ‘દીનદયાળ’ મંત્ર : ૧૯-મંડળના કાર્યકર્તાઓને મળ્યું વૈચારિક ભાથું


પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આજે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૯-સિદ્ધપુર મંડળના પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ થયો, જેમાં કાર્યકર્તાઓમાં એક નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
​વૈચારિક મંથનથી સજ્જ થયા કાર્યકર્તાઓ
આ કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવે ‘વૈચારિક અધિષ્ઠાન’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંગઠનની વિચારધારા, કાર્યપદ્ધતિ અને રાષ્ટ્રસેવાના મૂલ્યો પર પ્રકાશ પાડતા કાર્યકર્તાઓને સમજાવ્યું કે, એક મજબૂત સંગઠન જ રાષ્ટ્રના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવે છે. તેમના વક્તવ્યથી કાર્યકર્તાઓ રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે નવી ચેતનાથી ભરાઈ ગયા હતા.​ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના સંવાદે વધાર્યો જોશ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “સંગઠનને વધુ સશક્ત બનાવવું એ સમયની માંગ છે, જેથી સરકારની વિકાસ યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડી શકાય.” ધારાસભ્યના આહવાનને કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ સાથે વધાવી લીધું હતું. ​દિગ્ગજોની ઉપસ્થિતિથી શોભાયમાન થયો કાર્યક્રમ આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા પ્રભારી સત્યેન્દ્રભાઇ ફૂલબાકરજી અને જિલ્લા મહામંત્રી સંજય પટેલ સહિતના વરિષ્ઠ આગેવાનોએ પોતાની ઉપસ્થિતિ દ્વારા કાર્યકર્તાઓનું મનોબળ વધાર્યું હતું. આ ઉપરાંત બાબુજી ઠાકોર,લાલજીભાઈ દેસાઈ, નિલેશ રાજગોર, દિલીપભાઈ જોશી, મિલન પટેલ, કિશન દેસાઈ અને નગરપાલિકા પ્રમુખ રણજીતભાઈ, મિહિરભાઈ, કૌશલ જોશી, જસુભાઈ પટેલ તથા વિષ્ણુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
​સેવા અને સમર્પણના ભાવ સાથે સંપન્ન થયેલા આ પ્રશિક્ષણ વર્ગે સિદ્ધપુર મંડળના કાર્યકર્તાઓમાં એક નવી દિશા અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ સિંચ્યો છે….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here