પ્રજાપતિ વાસમાં નવનિર્મિત મંદિરમાં ધાર્મિક વિધિઓ સાથે ઉજવણી કરાઈ…

પાટણ તા. 23
હારીજ શહેરના પ્રજાપતિવાસમાં નવનિર્મિત ચામુંડા માતાજીના મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ મંદિર સ્વ. સંતોકબેન મણિલાલ ઉજમભાઈ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું છે.
ગુરુવારે નિજ મંદિરમાં ચામુંડા માતાજી અને ખેજડિયા વીર મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ પ્રસંગે હારીજ ગણપતિ મંદિરથી બેન્ડ મ્યુઝિક સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
રથમાં માતાજીના ફોટા સાથે કાંતિભાઈ હરિલાલ પ્રજાપતિ પરિવાર યજમાન પદે બિરાજમાન થયા હતા.નવનિર્મિત મંદિર સનમુખ પાટણ ના જયેશભાઈ પંડ્યાના મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી નવચંડી યજ્ઞ યોજાયો હતો.
યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે પ્રજાપતિ સુમિત રમેશકુમાર (યુકે), પ્રજાપતિ સુનિલકુમાર, ધર્મેશકુમાર,રાકેશકુમાર, પ્રવીણકુમાર,જગદીશકુમાર અને દીક્ષિતભાઈ સહિત અનેક યજમાનોએ યજ્ઞનો લાભ લીધો હતો.
માતાજીના ભુવાજી પ્રજાપતિ કાંતિભાઈ નટવરભાઈ અને સહીદમીયા મોહમદમીયાએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.રાત્રે મંદિર પરિસર ખાતે રમેલ યોજાઈ હતી.




