શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ – મહેસાણા ના ચેરમેન નરેશભાઈ દવે ના ધર્મપત્ની અલકાબેન દવે દેવલોક પામ્યા..

સ્વ.ની સિધ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો એ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ..

પાટણ તા. 23
શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ- મહેસાણા ના ચેરમેન અને સરકાર ની વિવિધ યોજનાઓને જન જન સુધી પહોંચાડી અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરી આગવી લોક ચાહના મેળવનાર નરેશભાઈ દવે ના ધર્મ પત્ની અને દરેક સેવા પ્રવૃતિમાં નરેશભાઈ ને સહયોગી બની લોકો ના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર અલકાબેન દવે ઉ.વ.60 શુક્રવારની રાત્રે દેવલોક પામતાં પરિવાર જનો સહિત સગા સંબંધી અને સ્નેહીજનો મા ધેરા દુ:ખની લાગણી છવાઈ જવા પામી હતી. સ્વર્ગસ્થની અંતિમવિધિ શુક્રવારે બપોરે ત્રણ વાગે સિધ્ધપુર મુક્તિધામ ખાતે કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સ્વ.અલકાબેન ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.
સ્વ.અલકાબેન દવે ની અંતિમયાત્રા મા જોડાઈ તેઓના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી પરિવારજનોને દુઃખની ઘડીમાં સહિયારો આપનાર સૌનો નરેશભાઈ દવે સહિતના પરિવારજનોએ ભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here