શો હ્યુમાનીટી ટ્રસ્ટ પાટણની સેવાકીય પ્રવૃત્તિઓની ફેલાઈ સુવાસ.

પાટણ શહેરમાં શો હ્યુમાનીટી ટ્રસ્ટના સહયોગથી રોટરી ક્લબ ઓફ પાટણ અને એસ કે બ્લડ બેન્કના સહયોગથી નૈતિકભાઇ પટેલે દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ શહેરના છીડીયા દરવાજા નજીક આવેલ અંબાજી મંદિરના સાનિધ્યની જગ્યામાં આજે “શો” હ્યુમાનીટી ટ્રસ્ટના હસ્તે રોટરી ક્લબ ઓફ પાટણ અને પાટણ એસ.કે બ્લડ બેન્કના સહયોગથી નૈતિકભાઇ પટેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે બ્લડ ડોનેશનના આ આયોજન દરમિયાન સવારથી 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 20 જેટલી બ્લડની બોટલો એકત્રિત થઈ હતી અને આજના બ્લડ ડોનેશન કેમ્પમાં 50 જેટલી બ્લડ ની બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો.
જ્યારે આ બ્લડ ડોનેશનના આયોજન પ્રસંગે “શો” હ્યુમાનીટી ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ વિશે “શો” હ્યુમાનીટી ટ્રસ્ટના પ્રમુખ પાર્થ પટેલે જણાવ્યું હતું કે કાયમી પ્રોજેક્ટ અમારી “શો” હ્યુમાનીટી ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે જેમાં જરૂરિયાત મંદના દર્દીઓ માટે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિપોઝિટ પર ફ્રીમાં આપવામાં આવે છે તેમજ શ્વાનો માટે રોટલા ઘર પણ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં પણ
શ્વાનો માટે રોટલી, ખીચડી, અને પક્ષીઓ માટે ચણદાણા તેમજ ગાયો માટે ઘાસચારા સહિતની સેવાકીય પ્રવૃતિઓ “શો” હ્યુમાનીટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે…….!



