વર્ષ 2012 થી દર વર્ષે ઉનાળામાં સદગૃહસ્થો દ્રારા કરાતી સેવા પ્રવૃતિને સૌએ સરાહનીય લેખાવી…

પાટણ તા.28
પાટણના હેરિટેજ માર્ગ પરના પારેવા સર્કલ ઉપર સદગૃહસ્થો ના સહયોગથી વર્ષ 2012 થી ઉનાળાની ઋતુમાં માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ, વાહન ચાલકો અને વિસ્તારના વેપારીઓને નિઃશુલ્ક ઠંડા પાણીની અને છાસ ની સુવિધા ઉપલબ્ધ બનાવવા આવે છે ત્યારે આ વિસ્તારના સદગૃહસ્થો દ્વારા ચાલુ સાલે પણ આર્થિક ભંડોળ સ્વરૂપે અંદાજીત રૂ.50 હજારનો લોકફાળો એકત્ર કરી સ્ટીલના સ્ટેન્ડ વાળી મજબૂત પાણી ની પરબનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે પાણીની પરબ નું અને છાસ વિતરણ નો પ્રારંભ સોમવારે પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ પાલિકાના સદસ્ય મનોજભાઈ પટેલ,ડો.બળવંતભાઈ ચૌધરી,નિવૃત રજિસ્ટ્રાર કલ્પેશભાઈ ત્રિવેદી, અમરતલાલ મહેતા સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી વિસ્તારના સદગૃહ
સ્થોની નિસ્વાર્થ સેવાને સરાહનીય લેખાવી પિયુષભાઈ આચાર્ય દ્રારા આ ઠંડા પાણીની નિઃશુલ્ક સેવા શરૂ કરાવવામાં સહયોગ આપનાર આ વિસ્તારના વડીલ કાંતી
લાલ સોનીને સનાતન સંસ્કૃતિના પ્રતિક પુસ્તક અપૅણ કરી પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.



