પાટણમાં કલરકામ કરતાં પિતાનાં પુત્રએ ધો.૧૧ કોમૅસ માં ૯૯% મેળવી શાળા-પરિવારને ગૌરવ અપાવ્યું..

પાટણની શેઠ એમ એન હાઇસ્કુલના આ વિધાર્થી ના પરિણામ થી પ્રભાવિત શાળા પરિવારે તમામ પ્રકારની મદદ માટે તૈયારી દર્શાવી..

પાટણ તા.૫
ચાલુ વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની જાહેર પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર થયું છે જેમાં પાટણ ની શેઠ એમ. એન. હાઈસ્કૂલે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૬.૧૮ % જ્યારે ૧૨ સાયન્સમાં ૬૭.૭૪% પરિણામ મેળવ્યું છે તો શાળામાં ધો.૧૧ કોમૅસમાં અભ્યાસ કરતાં રાવળ મિહિરે ૯૯% સાથે પરિક્ષા પાસ કરી શાળા- પરિવારને ગૌરવ અપાવ્યું છે.
પાટણ શહેરમાં કલરકામ કરતાં પિતાનાં આ પુત્ર પહેલેથીજ અભ્યાસમાં હોશિયાર હોય તેના આ પરિણામ થી પ્રભાવિત બનેલ ઉતર ગુજરાત યુવક મંડળ સહિત શાળાના આચાર્ય ડો.ધનરાજભાઈ ઠક્કરે વિધાર્થી ને શુભેચ્છાઓ પાઠવી તેના આગળના અભ્યાસ માટે તમામ પ્રકારની મદદ માટે તૈયારી દર્શાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here