સિધ્ધપુર પંથકમાં બનેલ ભંગાર ચોરીનો ગુન્હો ગણતરીના કલાકોમાં ડીટેકટ કરતી સિધ્ધપુર પોલીસ..

આરોપીને ચોરીના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા.૨૭
સિધ્ધપુર પંથકમાં બનેલ ભંગાર ચોરીનો ગુન્હો બાતમીના આધારે સિધ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી આરોપીને ચોરીના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલ બનાવોને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જેને લઈને નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયા તથા સિધ્ધપુર પીઆઈ જે.બી.
આચાર્ય નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પો.સ્ટે.પીએસઆઈ જે.આર.શુકલા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે મિલક્ત સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકિકત આધારે સિધ્ધપુર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૭૦
૩૦૨૫૦૫૯૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ-૩૦૫, ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી આરોપી અજય રામાભાઇ મંગાભાઇ પટણી, રહે.કાકોશી ફાટક, પેપલ્લાવાસ, સિધ્ધપુર, જિ.પાટણ વાળાને ચોરીના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here