ચોમાસામાં પાટણ શહેરના પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર તરફ જવાના માર્ગ પર ભરાતા વરસાદ ના પાણી ની સમસ્યા નિવારવા પાલિકા પ્રમુખને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત દશૅનાર્થે આવતા પ્રજાપતિ સમાજના આગેવાનો સાથે પ્રજાપતિ સમાજના નગર સેવકોએ તાજેતરમાં રજુઆત કરી આવી હતી.
જે રજૂઆતને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ચોમાસા પૂર્વે પાટણ નગર પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન ની કામગીરી અંતર્ગત શનિવારે શહેરના પદ્મ
નાભ ચાર રસ્તા પાસે વરસાદના નિકાલ માટેની કેનાલની સફાઈ કામગીરી જેટિંગ મશીન ની મદદથી હાથ ધરાવવામાં આવી હતી.
પદમનાભ ચાર રસ્તા નજીકની આ કેનાલ માંથી પાલિકાના કર્મચારીઓ દ્વારા અસહ્ય કાદવ કીચડ સાથેની ગંદકી ઉલેચી વરસાદી પાણી અવરોધાય નહીં તે માટે કેનાલ ને ચોખ્ખી કરવામાં આવી હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યુ હતું.
પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને કરાયેલ રજૂઆત ને પગલે કેનાલ ની તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવેલ સફાઈ કામગીરીને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સમાજના આગેવાનો અને નગર સેવકોએ સરાહનીય લેખાવી હતી.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ…



