


આજ રોજ પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી અમારી શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા તથા શેઠ એમ. એન. પ્રાથમિક શાળામાં 2025-26 નવા શૈક્ષણિક વર્ષની શુભારંભના પ્રથમ દિવસે બાળકોના કલરવથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. પ્રથમ દિવસે અમારી શાળામાં પ્રવેશ મેળવતા તમામ નાના ભૂલકાઓનો ભારતીય સંસ્કૃતિ રીતિરિવાજ પ્રમાણે કુમકુમ તિલક અને પુષ્પોથી શાળા પરિવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તથા વિદ્યાની દેવી માં સરસ્વતીને માલ્યાર્પણ સાથે ચરણોમાં પુષ્પ અર્પણની કરીને માં સરસ્વતીના આશીર્વાદ સાથે વિદ્યા અભ્યાસનો આરંભ કર્યો. શાળામાં બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું સાથે મનોરંજન માટે બાળકો માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ બાળકોને ભોજન કરાવીને શાળામાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ તથા શાળા પરિવાર દ્વારા દરેક બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.




