વઢિયાર સ્પોર્ટ્સ એકેડેમી અને વિલાજ ગ્રૂપ દ્રારા આયોજિત ચેસ સ્પર્ધામાં પાટણની ઓક્સફર્ડ સ્કૂલ
ના વિદ્યાર્થીઓ ઝળક્યા..

પાટણ તા. ૧૦
વઢિયાર સ્પોર્ટ્સ એકેડેમી અને વિલાજ ગ્રૂપ દ્રારા આયોજિત ચેસ સ્પર્ધામાં પાટણની ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ અન્ડર નાઇન અને અંડર ઇલેવન ની ચેસ સ્પર્ધામાં વિજેતા બની સ્કૂલ પરિવારને ગૌરવ અપાવ્યું છે.
વઢિયાર સ્પોર્ટ્સ એકેડેમી અને વિલાજ ગ્રૂપ દ્રારા આયોજિત ચેસ સ્પર્ધામાં પાટણ, મહેસાણા, પાલનપુર, ડીસા અને શંખેશ્વરના ધો.૧ થી ૮ માં માં અભ્યાસ કરતા કુલ ૭૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ ટૂર્નામેન્ટ ચાર કેટેગરીમાં યોજાઈ હતી.જેમા અંડર નાઈનમાં પ્રિયા સોલંકી (ઓક્સફર્ડ સ્કૂલ, પાટણ), અને અંડર ઈલેવનમાં ધ્વનિત ઠાકોર (ઓક્સફર્ડ સ્કૂલ, પાટણ)ના સ્પર્ધકો વિજેતા બન્યા હતા. વિજેતાઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ચેસ સ્પર્ધાનું સમગ્ર મેનેજમેન્ટ વઢીયાર સ્પોટર્સ એકેડેમિકના પ્રમુખ અને ઓક્સફોર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના ટીચર ગણપતભાઈ સક્સેનાએ સંભાળ્યું હતું.
ઓક્સફોર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના બંને વિદ્યાર્થીઓને ચેસ સ્પર્ધામાં સ્કૂલ પરિવારનું નામ રોશન કરવા બદલ પ્રિન્સિપાલ જોઈન સર, યામીની મેમ,જગદીશભાઈ કથુરીયા,ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ,હર્ષ પટેલ,હાર્દિક સ્વામી, પુનમબેન કથુરિયા સહિત શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here