બાલુવા પ્રા.શાળા ના ધો. 1 થી 8 ના વિધાર્થીઓને ડો. વી. એમ. શાહ દ્વારા શૈક્ષણિક કીટ સાથે ચોપડા વિતરણ કરાયા..

ડો.વી.એમ.શાહ દ્રારા છેલ્લા 20 વષૅથી કરાતી શૈક્ષણિક સેવાને ગ્રામજનો સહિત શાળા પરિવારે સરાહી..

પાટણ તા. 24
પાટણના બાલુવા ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પાટણ શહેરના જાણીતા ગાયનેક તબીબ અને બાલુવા ગામના વતની ડોક્ટર વ્યોમેશભાઈ એમ શાહ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગામની પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ સાથે ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે.
ચાલુ સાલે પણ સોમવારે ડોક્ટર વ્યોમેશભાઈ એમ શાહ દ્વારા ઘોરણ એક થી આઠ ના બાળકો ને શૈક્ષણિક કીટ તેમજ ચોપડાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ શૈક્ષણિક કીટ અને ચોપડા વિતરણ પ્રસંગે ડો. દીપ વ્યોમેશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણના તબીબ અને બાલુવા ગામના વતની ડોક્ટર વ્યોમેશભાઈ શાહની છેલ્લા 20 વર્ષથી ગામ ની પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ સાથે વિતરણ કરવામાં આવતા ચોપડાઓની શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિને સમસ્ત ગ્રામજનો સહિત શાળા પરિવારે સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here