અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ જરૂરિયાત મંદોને આયુષ્યમાન કાડૅ કાઢી આપી નિશુલ્ક સારવાર માટે મદદરૂપ બન્યા છે…
પાટણ તા. ૧૫
પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકરની સાથે સાથે સરકારની અનેકવિધ યોજનાઓ ને જન જન સુધી પહોંચાડી પોતાની સેવાકીય પ્રવૃત્તિ થકી આગવી ઓળખ ઉભી કરનાર સંજયભાઈ મોદી એ મંગળવારે ગુજરાત ના મૃદુભાષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના જન્મ દિવસે શહેર ની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલ પાટણ તાલુકાના કમલીવાડા ગામના વતની પટેલ વિષ્ણુભાઈ વિરમભાઇ ના ૮૪ વર્ષીય માતા મેનાબેન પટેલ કે જેઓનું અનેક પ્રયત્નો કરવા છતાં આયુષ્માન કાર્ડ બનતું ન હતું જેના કારણે તેઓના પરિવારજનોમાં હોસ્પિટલ ના ચાજૅ ચુકવવા માટે ચિતિંત બન્યા હતા પરંતુ આ સધળી હકીકત સંજયભાઈ મોદી ને ધ્યાનમાં આવતાં તેઓએ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોચી મેનાબેન ના આયુષ્માન કાર્ડ માટે ના જરૂરી ડોક્યુમેન્ટ મેળવી પોતાના અથાગ પ્રયત્ન થકી મેનાબેન નું આયુષ્માનકાર્ડ (વયવંદના)કાઢી આપતાં મેનાબેન ના પરિવારજનોએ સંજયભાઈ મોદીની આ નિસ્વાર્થ સેવાને સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ શહેર ભાજપના મહામંત્રી સંજયભાઈ મોદીએ મુખ્યમંત્રી ના જન્મ દિને પોતાના દ્રારા કરાયેલ સેવા બદલ ગૌરવ અનુભવી અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ આવા જરૂરિયાત મંદ વ્યકિતઓને પોતાના પ્રયત્નો થકી આયુષ્યમાન કાડૅ (વયવંદના) કાઢી આપવામાં આવ્યાં હોવાનું તેઓએ જણાવ્યું હતું.




