પાટણ શહેર દુઃખવાડા ના મૂળ વતની સાહસિક ડોક્ટર શ્રેયસ જે. સોલંકીની શિવલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ખલાલ, તા. કઠલાલ ખાતે શુભારંભ…

ડોક્ટર શ્રેયસ જે. સોલંકી શિવમ્ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની આઘુનિક તમામ પ્રકારની સુવિધાઓથી આરોગ્ય સેવા અર્થે બીઝનેસમેનોની ટીમ સાથે પાટણ શહેર અંનહદ માન સન્માન ઉત્પન્ન થવા પામ્યું..

અમદાવાદ પશ્ર્ચિમ ના ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ કિરીટ પી. સોલંકી તેમજ તરૂણ ચંદ્ર પી. સોલંકી રીટાયર્ડ અધિકારી કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ના ઓફીસર જેઓ ડૉ. શ્રૈયસ જે. સોલંકી ના મામા તેમજ પંદર થી વિસ ગામોના સરપંચો અને શિક્ષકો અને ગામ આગેવાનોની વિશાળ હાજરીમાં શિવલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ નું ઉદઘાટન થવા પામ્યું હતું.

ઐતિહાસિક પ્રાચીન નગરી પાટણ શહેર ના મુળ દુઃખવાડા ના જયંતીલાલ આલજીભાઈ સોલંકી (કુઈ વાળા)ગુજરાત સરકાર ના રીટાયર્ડ નાયબ કાર્યપાલક ઈજનેર ,ગાંઘીનગર અને તેમના ધર્મ પત્ની અ. સૌ. જ્યોત્સનાબેન જયંતીભાઈ સોલંકી ના સુપુત્ર ડૉ. શ્રૈયસ જે. સોલંકી (M,S, સર્જન) તથા ડૉ શ્રેયસ ના નાની બહેન ડૉ સૃષ્ટિ સોલંકી પણ MBBS છે તેઓ સાથે મળીને, અમદાવાદ થી ઓઢવ બસો ફૂટ રીંગ રોડ થી પંદર કિલોમીટર દૂર અમદાવાદ થી ઈન્દોર રોડ ઉપર ખલાલ, પોલીસ ચોકી હલધરવાસ ચોકડી ની નજીક હાઈવે રોડ ટચ શિવલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ગામ ખલાલ તા. કઠલાલ જિ. ખેડા અમદાવાદ નું ઉદઘાટન ડૉ શ્રેયસ સોલંકી ના જન્મદિન નિમિત્તે તારીખ ૨૯/૦૭/૨૦૨૫ ના રોજ ઉદ્ધાટન થવા પામેલ હતું તે સમયે અમદાવાદમાં પશ્ર્ચિમ ના ભૂતપૂર્વ સંસદસભ્ય અને ચેરમેન વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર અને ગુજરાત વણકર સમાજ ડૉ. કિરીટ પી. સોલંકી તેમજ તરૂણચંદ્ર પી. સોલંકી રીટાયડ અધિકારી કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ના ઓફીસર અને પ્રમુખ ગુજરાત વણકર સમાજ જેઓ ડૉ. શ્રૈયસ જે. સોલંકી ના મામા છે અને પૂર્વ ધારાસભ્ય કઠલાલ કનુભાઈ ડાભી તેમજ પંદર થી વિસ ગામોના સરપંચો અને શિક્ષકો અને ગામ આગેવાનોની વિશાળ હાજરીમાં શિવલ હોસ્પિટલ નું ઉદઘાટન થવા પામ્યું છે આ હોસ્પિટલમાં તમામ પ્રકારના જનરલ સર્જરી ના લેપ્રોસકોપી ઓપરેશન, ઓર્થોપેડીક, ગાયનેક, મેડીસીન, ડેન્ટલ સર્જન, આંખ ની સારવાર, ફિઝીયોથેરાપીસટ આ હોસ્પિટલમાં ભારત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય ની સ્કીમ આયુષ્યમાન કાર્ડ અને એમ્બ્યુલન્સ ફી સેવા તથા રહેવા જમવાની મફત સુવિધાઓ ઉપલબ્ધ છે આજરોજ અમારી બિઝનેસ ટીમ ના વરિષ્ઠ પીઢ આગેવાન રંજનભાઈ સોલંકી મોટીસરા પાટણ, આશિષભાઈ પરમાર, પ્રિન્સિપાલ દિલીપભાઈ સુતરીયા, રમેશભાઈ મનવર, વિનયભાઈ મકવાણા સહિત બીજા અન્ય જિલ્લાઓ માંથી જોડાયેલ સન્માનીય ઉદ્યોગ સાહસિકો બીઝનેસમેનો સાથે હોસ્પિટલ ની મુલાકાત લેતા આઘુનિક તમામ પ્રકારની સુવિધાઓથી અમોને અમારા પાટણ શહેર ના સાહસિક ડોક્ટર શ્રૈયસ જે. સોલંકી તથા ડૉ સૃષ્ટિ સોલંકી ઉપર અંનહદ માન સન્માન ઉત્પન્ન થવા પામ્યું હતું અને અમોને ચા નાસ્તો કરાવીને અમોને ખૂબજ સંનિષ્ઠ રીતે આવકાર આપીને સર્વે નું સ્વાગત કર્યું હતું આજે હોસ્પિટલ શરૂ થઈ તેને એક મહિનો આરોગ્ય સેવામાં પુરો થયો છે તારીખ ૨૯/૦૮/૨૦૨૫ અમોએ રૂબરૂ મળીને હોસ્પિટલ અને તેમના ડૉક્ટર આરોગ્ય સેવા અર્થે વિગતે ચર્ચા કરતા ડૉ શ્રૈયસ જે. સોલંકી એમબીબીએસ વડોદરાથી, એમ. એસ. સર્જન લખનૌથી તથા કાશ્મીર અને ઉત્તરપ્રદેશથી લેપ્રોસકોપી નો ઉચ્ચ શિક્ષા મેળવી ને સરકારી સિવિલ હોસ્પિટલ સોલા અમદાવાદ, એસ.એમ.એસ.હોસ્પિટલ, ચાંદખેડા અમદાવાદ માં આસી પ્રોફેસર તરીકે 2 વર્ષ ફરજ બજાવી હતી. ત્યારબાદ પાલનપુર ની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરીને પાંચ હજાર થી વઘુ સફળ ઓપરેશન કરેલ છે ડૉ શ્રૈયસ જે સોલંકી પોતાના મામા એવા પૂર્વ સાંસદ ડો. કિરીટ પી. સોલંકી કે જેઓ વી. એસ. હોસ્પિટલ અમદાવાદ ખાતે સર્જરી શાખા ના વડા હતા અને ઓલ્ડ ઈન્ડિયા સર્જન કોન્ફરન્સ ના ચેરમેન હતા એજ ઉચ્ચ શિક્ષણ આરોગ્ય સેવા ની દિશામાં ડૉ શ્રૈયસ જે. સોલંકી તથા તેમના બહેન ડૉ સૃષ્ટિ સોલંકી, સખત મહેનત લગન ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે . એક પાટણ ના પનોતા પુત્ર ડો શ્રૈયસ જે. સોલંકી ઉપર આરોગ્ય સેવા અર્થે અંનહદ ગર્વ ની લાગણી પાટણ શહેરને થાય છે. જયંતીભાઈ એ. સોલંકી અને અ.સૌ.જ્યોત્સનાબેન જયંતીભાઈ સોલંકી દુઃખ વાડા પાટણ નાં (૧) ડૉ. શ્રૈયસ જે. સોલંકી પુત્ર (એમબીબીએસ એમ. એસ. સર્જન) (૨) રીકલ જે સોલંકી (ઓપ્ટિકલ) (૩) ડૉ સુષટી જે. સોલંકી (પુત્રી) એમબીબીએસ (મેડિકલ ઓફિસર) તરીકે અમદાવાદ ખાતે ભવ્ય હોસ્પિટલ આધુનિક સુવિધાઓ, સરકારી આરોગ્ય સેવા યોજનાઓ સાથે શિવલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં તમામ પ્રકારની મદદ કરી જન આરોગ્ય સેવામાં રાહત મદદ કરવા તત્પર રહેતા પાટણ શહેર સમગ્ર સમાજ ડોક્ટર પરિવાર પ્રત્યે સન્માન ગૌરવ લાગણી અનુભવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here