કાંકરેજ તાલુકાના થરા નગરમાં ફરીવાર ગાયોમાં લમ્પી વાયરસે દેખાદેતાં આ વિસ્તારના પશુ પાલકો, ગૌશાળા પાંજરાપોળ સંચાલકો,ગૌ પ્રેમીઓ ચિંતા વધારી છે. નગરમાં રખડતી ચાલીસથી પચાસ જેટલી ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જાણતા દોડધામ મચી જવા પામી છે જયારે કામધેનુ ગૌ સેવા સમિતિ થરાના ગૌ રક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગાયોને સારવાર આપવામાં આવી.અસરગ્રસ્ત બે ગાયોને તાત્કાલિક થરા શ્રી કૃષ્ણ ગૌ શાળા લઇ જવામાં આવી
કામધેનુ ગૌ સેવા સમિતિ થરાના ગૌ સેવકો દ્વારા છ લમ્પીગ્રસ્ત ગાયોને થરા રાણકપુર અને જાખેલ ગામે એમ્બ્યુલન્શ તેમજ ખાનગી વાહન દ્વારા સ્વ ખર્ચ સારવાર કરવામાં આવી, હજી ઘણી ગાયોમાં ગંભીર તેમજ જીવલેણ સાબિત થતો લમ્પી વાયરસ અન્ય પશુમાં ફેલાય તે પહેલાં સરકાર તેમજ જે તે એનિમલ ડોક્ટરો દ્વારા રસી તેમજ અન્ય દવાઓ દ્વારા સારવાર થાય તેવી ગૌ શાળા પાંજરાપોળ તથા ગૌસેવા સમિતિ થરાના ગૌ સેવકોની દ્વારા અપીલ કરવામાં આવી છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




