પાટણમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમ ગણતરીના દિવસોમા ઝડપાયો ..

પાટણ સીટી એ.ડીવી પોલીસે ચોરીના મુદ્દામાલ હસ્તગત કરી કાયૅવાહી હાથ ધરી..

પાટણ તા.૧૩
પાટણ શહેરમા બંધ મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમ ને પાટણ સીટી એ.ડીવીઝન પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી ચોરીનો મુદ્દામાલ હસ્તગત કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી માહિતી મુજબ તાજેતરમાં પાટણ શહેરમા આવેલ ગોળશેરી ખેતરપાળનોપાડો વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં ધોળા દિવસે ચોરી ની ધટના બની હોવાની પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી જે ચોરીના બનાવ ને લઈ પાટણ એ ડિવિઝનપીઆઈ કે.જે.ભોયે ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા બનેલ ચોરીના બનાવો અટકાવવા તેમજ બનેલ બનાવને શોધી કાઢવા માટે પેટ્રોલીગમા હતા દરમ્યાન તેમને મળેલ બાતમી હકિકત આધારે પાટણ શહેરમા આવેલ ગોળશેરી ખેતરપાળનોપાડો વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરીના બનાવને અંજામ આપનાર જીતેન્દ્ર દીનેશભાઈ મોદી રહે-પાટણ ચાચરીયા, પટણી દવાખાનાની સામે વાળાને ઝડપી તેની પાસેથી રોકડ રકમ રૂ.૮ હજાર સહિત નો મુદ્દામાલ કબજે કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here