પદ્મનાભ મંદિર કાર્યાલય ના મહેતાજી સહિત સેવકોએ વાનરરાજ ની અંતિમવિધિ કરી…

પાટણ તા.૧૪
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ની વાડી પરિસર અનેક અબોલ જીવો માટે આશ્રય સ્થાન બન્યું છે.
ત્યારે વાડી પરિસરમાં આશ્રય લઈ રહેલ વાનર પરિવાર પૈકીના એક વાનરને રવિવારે ઈલેક્ટ્રીક પોલ પરથી પસાર થતા વિજ વાયર ના કારણે શોટૅ લાગતા તેનું મોત નિપજ્યું હતું.
આ ધટનાની જાણ શ્રી પદ્મનાભજી મંદિર કાર્યાલયમાં ફરજ બજાવતા રમેશભાઈ પ્રજાપતિ મહેતાજીને થતાં તેઓએ અન્ય સેવકો સાથે વાંસના બંબુની મદદથી મૃતક વાનરને વિજ પોલ પરથી નીચે ઉતારી તેની વિધિસરની અંતિમ વિધિ કરી જીવદયાની ભાવનાને ઉજાગર કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ…



