પાટણ તા. ૨
જગત જનની જગદંબાની આરાધના ના પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણી પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટો, મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તારમાં ભક્તિમય માહોલમાં વચ્ચે કરવામાં આવી હતી.

પાટણ શહેરના લીલીવાડી સામે આવેલ આરાસુરી નગર સોસાયટીના રહીશો દ્વારા પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી દરમિયાન વિજયા દશમીના પવિત્ર દિવસે માના ચાચર ચોકમાં હવન-યજ્ઞ કરી સોસાયટીના તમામ રહીશોએ સમૂહમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી માતાજીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
નવરાત્રિના આ પાવન પૂર્વ પ્રસંગે આરાસુરી નગર સોસાયટી નવરાત્રી મહોત્સવ સમિતિના આયોજકો દ્વારા સોસાયટીમાં રહેતા અને સરકારી નોકરી માંથી વય નિવૃત્ત થયેલા તેમજ સરકારી નોકરી મેળવવાની સાથે સાથે અન્ય સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા.
નવરાત્રી ના પાવન પર્વને સફળ બનાવવા નવરાત્રી મહોત્સવ ના કાર્યકારી પ્રમુખ અશોકભાઈ પરમાર,ડો.અલ્કેશભાઈ સોહલ, સૌરભભાઈ પરમાર અને આરાસુરી યુવક મંડળના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




