પાટણની ચંદ્રિકા દર્શક ત્રિવેદીએ નેશનલ યોગાસન સ્પોર્ટ્સચેમ્પિયનશીપમાં સિનિયર સી-કેટેગરીમાં ગુજરાતને ટોપટેન મા સ્થાન અપાવ્યું

ચંદ્રિકા દર્શક ત્રિવેદીની આ સિદ્ધિ બદલ પરિવારજનો સહિત ગુજરાતે ગૌરવ અનુભવી શુભેચ્છાઓ પાઠવી…

પાટણ તા. ૩
વિજયવાડા આંધ્ર પ્રદેશ ખાતે ગત તા.૨૮ સપ્ટેમ્બર થી તા.૧ ઓક્ટોબર દરમિયાન આયોજિત કરવામાં આવેલ યોગાસન ભારત અંતગૅત સિકસ જુનિયર અને સિનિયર સી-નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ ૨૦૨૫-૨૬ મા ગુજરાત માંથી સ્ટેટ ચેમ્પિયનશીપ મા ગોલ્ડ મેડલ મેળવનાર પાટણના ચંદ્રિકા દર્શક ત્રિવેદીએ સિનિયર સી- કેટેગરી સ્પર્ધામાં ભાગ લઈ સમગ્ર ભારત ભર માંથી ગુજરાતને ટોપટેન મા સ્થાન અપાવી સમગ્ર ગુજરાત અને પાટણ ને ગૌરવ અપાવ્યું છે.
વિજયવાડા આંધ્રપ્રદેશ ખાતે આયોજિત સ્પર્ધામાં સિનિયર સી- કેટેગરી ચેમ્પિયનશીપમાં ભાગ લઈને સમગ્ર ભારત માથી ગુજરાતને ટોપટેન મા સ્થાન અપાવનાર પાટણ ના ચંદ્રિકા દર્શક ત્રિવેદી પ્રથમ મહિલા હોય તેઓની આ સિધ્ધી બદલ પાટણ ના નગરજનો અને તેમના પરિવારજનો સહિત સમગ્ર ગુજરાતના લોકો એ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here