પાટણ યુનિવર્સિટીના ત્રણ વિભાગોમાં પાંચ કાયમી અધ્યાપકોની જગ્યા ભરવા મંજૂરી મળી…

દિવાળી પછી યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન પણ શરૂ કરાશે.

યુનિવર્સિટી દ્વારા ગાય માતાના મહત્વ અને ગાય આધારિત ખેતી તેમજ ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે એમઓયુ કરાશે.

પાટણ તા. ૩
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં શૈક્ષણિક વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે.રાજ્ય સરકારે યુનિવર્સિટીના ત્રણ વિભાગોમાં પાંચ કાયમી અધ્યાપકોની જગ્યા ભરવા મંજૂરી આપી છે. આ ઉપરાંત, દિવાળી પછી યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન પણ શરૂ કરાશે.
શિક્ષણ વિભાગ દ્વારા MBA વિભાગમાં બે આસિસ્ટન્ટ પ્રોફેસર, કેમેસ્ટ્રી વિભાગમાં બે આસિસ્ટન્ટ પ્રોફેસર અને અંગ્રેજી વિભાગમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસર મળી કુલ પાંચ કાયમી આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ ભરવા મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી યુનિવર્સિટીના શૈક્ષણિક વિકાસને વેગ મળશે. વિદ્યાર્થીઓ અને ભાષાપ્રેમીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને પગલે ગુજરાતી ભાષા ભવન પણ શરૂ થશે. આ માટે મહેકમ અને ગ્રાન્ટ પણ મંજૂર કરાઈ છે. દિવાળી પછી કાયદા અનુસ્નાતક વિભાગ જ્યાં ચાલી રહ્યો છે, તે સ્થળે ગુજરાતી ભાષા ભવન શરૂ થશે. કાયદા અનુસ્નાતક વિભાગને હાલના એમ.એડ વિભાગની જગ્યાએ ખસેડવામાં આવશે અને ત્યાં ‘મૂક કોર્ટ’નું પણ આયોજન કરાશે.યુનિવર્સિટી દ્વારા ગાય માતાના મહત્વ અને ગાય આધારિત ખેતી તેમજ ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે પણ પહેલ કરાઈ છે. આ અંતર્ગત નવા ઉદ્યોગો સ્થાપિત થાય તે હેતુથી એક સમજૂતી કરાર (MOU) કરવામાં આવશે.આ MOU 4 ઓક્ટોબરના રોજ બપોરે 12 કલાકે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ગૌવિશ્વ વિદ્યાલય, ગાંધીનગર વચ્ચે આ કરાર થશે. આ પ્રસંગે પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથરીયા, ગૌ વિદ્યાપીઠના ગોપાલભાઈ સુતરીયા અને કુલપતિ ડો. કે. સી. પોરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here